Western Times News

Gujarati News

એક્ટ્રેસ અને મોડલનો ડ્રગ્સ લેતો વિડીયો વાઈરલ

મેરઠ, હરિયાણનવી એક્ટ્રેસ અને મોડલ માહી ચૌધરી ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ વખતે તેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે ડ્રગ્સ લેતી નજર આવે છે. માહી ડ્રગ્સની લાઇન ખેંચતી નજર આવે છે. જ્યારે માહી ડ્રગ્સ લેતી હોય છે તે ડ્રગ્સ મોબાઇલ ફોન પર બે લાઇન ખેંચીને ગોઠવવામાં આવ્યું છે અને આ ફોન તેની મિત્ર પકડીને બેઠી છે. આ વીડિયો સમયે તેની મિત્ર બોલતી સાંભળવા મળે છે કે, તારા હાથ ધ્રુજી રહ્યાં છે. જાકે માહીને જાઈને એવું જરાં પણ નહોતું લાગી રહ્યું કે તે પહેલી વખત ડ્રગ્સ લઈ રહી હોય.

આ વીડિયો ક્યારનો છે અને ક્યાંનો છે તે અંગે હાલમાં કોઈ જ માહિતી નથી. આ વીડિયો એક ક્રાઇમ રિપોર્ટર દ્વારા તેમનાં ટિ્‌વટર પેજ પર મુકવામાં આવ્યો છે. આ વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયો છે. જે બાદ મેરઠ પોલીસ તપાસ એસઆઇટીને આપી છે.

આ વીડિયો વાયરલ થવા પર તેનાં પર ખુબ બધી કમેન્ટ્‌સ થઇ રહી છે કેટલાંકે લખ્યું છે કે, આ મહિલા સશક્તિકરણનું સૌથી વધુ ઉદહારણ છે. તો એકે લખ્યું છે, આ વીડિયો હાલમાં વાયરલ થયો છે પણ અફસોસની વાત છે કે તે બધી તપાસ બાદ પણ છૂટી જશે. પોલીસે દ્વારા કડક પગલાં લેવાની જરૂર છે. આ પહેલાં માહી ચૌધરીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કરતી નજર આવે છે. વાયરલ વીડિયોમાં માહી ઘરની છત પર ફાયરિંગ કરતા નજરે પડી રહી હતી. આ આખા મામલામાં હાલ તપાસ ચાલી રહી છે.

માહી ચૌધરી હરિયાણવી આલ્બમમાં પણ કામ કરી ચૂકી છે. તેના અત્યાર સુધી ઘણા આલ્બમ રીલીઝ થઈ ચૂક્યા છે. જેને ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.