એક્ટ્રેસ અને મોડલ દિવ્યા ચૌક્સેનું નિધન !
મુંબઈ: બોલિવુડની ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ અને મોડલ દિવ્યા ચૌક્સેનું નિધન થયું છે. આ જાણકારી દોસ્ત નિહારિકા રાયજાદાએ એક ફેસબુક પોસ્ટના માધ્યમથી આપી છે. ઉલ્લેખનીય છે કે, દિવ્યા કેન્સર પીડિત હતી. તેમણે પોતાના તાજેતરના ટિ્વટમાં લોકોને પોતાની મદદ કરવા માટે અપીલ કરી હતી. પરંતુ તેમની અપીલ કામ ન આવી.
વિરલ ભયાનીની પોસ્ટ અનુસાર દિવ્યાએ બોલિવુડમાં એન્ટ્રી હૈ અપના દિલ તો આવારાથી કરી હતી. પરંતુ ૧૨ જુલાઈએ તેણે દુનિયાથી અલવિદા કહી દીધું છે. જાણકારી પ્રમાણે દિવ્યા ચૌક્સેએ પોતાના નિધનના થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ ઉપર લખ્યું હતું કે, ‘જે હું બનાવા માંગતી હતી. એના માટે શબ્દો પુરતા નથી.
થોડા મહિનાઓ પહેલા મોટી માત્રામાં ઉત્સાહ વધારનારા મેસેજ આવતા તા. પરંતુ પરંતુ હવે હું જણાવવા માંગુ છું કે દોસ્તો હું મારી મૃત્યુશૈયા ઉપર પડી રહી છું.’ તેમણે વધુમાં લખ્યું હતું કે, ‘હું ખૂબ જ મજબૂત છું કૃપા કરીને મને કોઈ પ્રશ્ન ના કરો. માત્ર ભગવાન જાણે છે કે તે મારી સાથે શું કરી રહ્યા છે. ‘હવે તેમની બહેન આ ખબરની પુષ્ટી કરી દીધી છે. એક્ટ્રેસનું નિધન ઉપર અનેક લોકો હવે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. જાેકે, હવે તે પોતાની કેન્સર સામેની લડાઈ હારી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે, ૨૮ એપ્રિલે ઈરફાન ખાને કેન્સર સામે ચાલતી લાંબી લડાઈ બાદ દુનિયાને અલવિદા કરી દીધું હતું. જ્યારે ૨૯ એપ્રિલે બોલિવુડ એક્ટર ઋષિકપૂરે પણ કેન્સરના તેમની તબિયત લથડી અને તેમનું પણ નિધન થયું હતું.