Western Times News

Gujarati News

એક્શનથી ભરપૂર Bambai Meri Jaan Trailer આઉટ

મુંબઈ,  ઓટીટી પર ચર્ચિત સીરીઝ Bambai Meri Jaan Trailer રિલીઝ થઇ ગયુ છે. આ ટ્રેલર એક્શનથી ભરપૂર હોય છે. પહેલી ઝલકમાં તમે આ ટ્રેલર ગમી જાય એવુ છે. આમ, તમે એક વાર એક્શનથી ભરપૂર ટ્રેલર જાેશો તો વારંવાર જાેવાની ઇચ્છા થશે. કે કે મેનન અને અવિનાશ તિવારી આ સિરીઝમાં લીડ રોલમાં છે.

કહાનીની વાત કરવામાં આવે તો ૬૦ના દશકમાં થયેલા ગેંગસ્ટરની કહાની છે. તમે એક્શન થ્રિલર જાેવાના શોખીન છો તો આ સિરીઝ તમને જાેવાની બહુ મજા આવશે. સિરીઝની વાત કરવામાં આવે તો આ ગેંગસ્ટર કાદરી પર છે, જેના પિતા એક ઇમાનદાર પોલીસ ઓફિસર હતા અને એમનું નામ ઇસ્માઇલ કાદરી.

એક બાજુ પિતા-પુત્રનું દ્રંદ છે ત્યારે બીજી બાજુ બંબઇમાં વધતા ગેંગસ્ટરના વર્ચસ્વની વાત કરવામાં આવી છે. આ સિરીઝમાં આજનું મુંબઇ નહીં, પરંતુ ૭૦ના દશકની વાત કરવામાં આવી છે. આ સમયે જેવી પરિસ્થિતિ હતી એ વિશે વાત કરવામાં આવી છે. મહત્વનું તો એ છે કે માહોલ પણ ૭૦ના દશક જેવો બતાવવામાં આવ્યો છે. આ શોની સ્ટોરી ક્રાઇમ જર્નલિસ્ટ એસ. હુસૈન ઝૈદીની સ્ટોરી પરથી આધારિત છે.

ઉલ્લેખનીય છે કે, પહેલાં આ ગેંગસ્ટર પર અનેક પ્રકારની ફિલ્મો અને સિરીઝ બની ચુકી છે જેમાંથી એક ફરહાન અખ્તર સ્ક્રીન પર લઇને આવી રહ્યા છે. સિરીઝને ફરહાને પ્રોડ્યુસ કરી છે. વાત કલાકારોની કરવામાં આવે તો ઘણાં સમય પછી મેનન સિરીઝમાં પોતાનો જલવો દેખાડવા માટે તૈયાર છે જેમની એક્ટિંગથી લોકો ફિદા થઇ જશે.

આ સિરીઝ પહેલાં એમેઝોન પ્રાઇમ પર આવશે. કે કે મેનન અને અનિનાશ તિવારી સ્ટારર Bambai Meri Jaan Trailerઆ મહિને ૧૪ સપ્ટેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર તમે જાેઇ શકો છો. કૃતિકા કામરા લીડ રોલમાં છે. આ પહેલાં કૃતિકા સૈફ અલી ખાનની સાથે તાંડવમાં જાેવા મળી હતી. જાે કે આ ટ્રેલર જાેઇને તમને પણ આ સિરીઝ જાેવાની ઇચ્છા થઇ જશે. સિરીઝની કહાની તમે એક વારમાં ગમી જાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.