Western Times News

Gujarati News

એક્સપાયરી ડેટ મુદ્દે મીઠાઈના વેપારીઓમાં નારાજગી: નિયમ બાબતે સ્પષ્ટતા કરવા માંગ

પ્રતિકાત્મક

હિંમતનગર, ૧ ઓક્ટોબર, ૨૦૨૦થી મીઠાઈની એક્સપાયરી ડેટ કાઉન્ટર ઉપર લખવાના નિયમનો અમલ શરૂ થયો છે. જેને કારણે વેપારીઓમાં ચણચણાટ શરૂ થયો છે. સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના મીઠાઈના વેપારીઓમાં પણ નવા નિયમ મુદ્દે નારાજગી પ્રવર્તી રહી છે.

એક તરફ લોકડાઉનના ૧૮ મહિના પછી હવે દિવાળી પર્વ નજીક આવતાં મીઠાઈ બજારમાં ધીમા પગલે ઘરાકી શરૂ થઈ છે અને જાે તારીખ લખાય તો તૈયાર મીઠાઈ ટૂંકમાં જ ફેંકી દેવી પડે તેવી સ્થિતિ ઉભી થાય તેમ છે. જેથી સરકાર દ્વારા નિયમ બાબતે સ્પષ્ટતા કરવામાં આવે તેવી વેપારીઓ માંગ કરી રહ્યાં છે.

જિલ્લામાં કોરોના કાળ અને ત્યાર પછી લોકડાઉનના કારણે મંદીનો માર સહન કરી રહેલા વેપારીઓએ હવે મીઠાઈના પેકેટ ઉપર એક્સપાયરી ડેટ લખવાની ફરજ પડી છે જેથી બેહાલ મીઠાઈના ધંધાને વધુ ફટકો પડવાની સંભાવના છે.

સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ૫૦૦થી વધુ વેપારીઓ મીઠાઈ અને ફરસાણના વેપાર સાથે સંકળાયેલા છે. સામાન્ય રીતે નવરાત્રિથી દિવાળી સુધીના દિવસોમાં મીઠાઈ, ફરસાણની દુકાનોમાં તેજી જાેવા મળતી હોય છે તેમાંય હવે જાહેર હીતને ધ્યાને લઈ ખુલ્લી મીઠાઈઓ ઉપર વેપારીઓએ એક્સપાયરી ડેટ ફરજીયાત લખવાનો નિયમ અમલમાં આવ્યો છે

જેના કારણે ગ્રાહકોને કઈ મીઠાઈ ક્યારે બની છે, ક્યારેક પેક થઇ છે અને ક્યાં સુધી ખાવાલાયક રહી શકે છે તેની માહિતી મળી શકશે જાે કે પ્રજાના આરોગ્યની ચિંતા કરી લેવાયેલ નિયમમાં સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવું બંન્ને જિલ્લાના મીઠાઈના વેપારીઓ માંગ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.