એક્સાઈઝ ઘટાડવાથી સરકારી ભંડોળને થનારા નુકસાનની ભરપાઈ માટે કેન્દ્ર ૧ લાખ કરોડ રૂ. ઉધાર લઈ શકે છે

નવીદિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડા બાદ રાજકીય ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ તેને આંકડાના ખેલનો ભ્રમ ગણાવ્યો હતો.
પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે કહ્યું કે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાથી રાજ્યોનો હિસ્સો આપમેળે પ્રભાવિત થઈ જાય છે. તેના પર વળતો પ્રહાર કરતા નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે સંપૂર્ણ ઘટાડો કેન્દ્રના હિસ્સામાંથી કરાયો છે.
તેનાથી રાજ્યો પર કોઈ ભાર નહીં પડે. તેના પછી ચિદમ્બરમે સ્વીકાર્યું કે તેમના તથ્યો સાચા નથી. સીતારમણે કહ્યું કે પેટ્રોલ પર ૮ રૂ. અને ડીઝલ પર ૬ રૂ.લીટરનો ઘટાડો રોડ એન્ડ ઈન્ફ્રાન્સ્ટ્રક્ચર સેસમાંથી કરાયો છે.
નવેમ્બર ૨૦૨૧માં પણ તેમાંથી જ ઘટાડો કરાયો હતો. તાજેતરના અને નવેમ્બર ૨૦૨૧ના એક્સાઈઝ ડ્યૂટીના ઘટાડાથી વાર્ષિક ૨.૨૦ લાખ કરોડ રૂ.નો બોજાે આવશે જેનું વહન કેન્દ્ર સરકાર કરશે.
સીતારમણે કહ્યું કે ૨૦૧૪-૨૨ દરમિયાન મોદી સરકારે વિકાસ પર ૯૦.૯ કરોડ રૂ. ખર્ચ કરી દીધા. તેમાં ભોજન, ઈંધણ અને ખાતર સબસિડીના ૨૪.૮૫ લાખ કરોડ, મૂડી નિર્માણના ૨૬.૩ લાખ કરોડ રૂ. સામેલ છે. જ્યારે ૨૦૦૪-૧૪ના ૧૦ વર્ષના યુપીએ કાળમાં વિકાસ પર ફક્ત ૪૯.૨ લાખ કરોડ રૂ. ખર્ચ કરાયા હતા. જાેકે સબસિડી પર ૧૩.૯ લાખ કરોડ રૂ. ખર્ચ કરાયા હતા.
એક્સાઈઝ ઘટાડવાથી સરકારી ભંડોળને થનારા નુકસાનની ભરપાઈ માટે કેન્દ્ર ૧ લાખ કરોડ રૂ. ઉધાર લઈ શકે છે. જીએસટીની સાથે આવકવેરા વિભાગમાં થયેલી વધારે આવક ખાદ્ય અને ખાતર સબસિડી પર વધારાના ખર્ચથી બેઅસર થઇ જશે. એવામાં કેન્દ્રે આ નુકસાનને વધારાની બજાર ઉધારીના માધ્યમથી વહન કરવું પડશે.HS1