એક્સારો ટાઇલ્સ લિમિટેડનો IPO 04 ઓગસ્ટ, 2021ના રોજ ખુલશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/Exxaro-Tiles-Logo.jpg)
પ્રાઇસ બેન્ડ – ઇક્વિટી શેરદીઠ RS. 118થી RS. 120, દરેક ઇક્વિટી શેરદીઠની ફેસ વેલ્યુ RS. 10 (“ઇક્વિટી શેર”)
અપર પ્રાઇસ બેન્ડ પર કંપની માટે નાણાકીય વર્ષ 2020-21 માટે ડાઇલ્યુટેડ ઇપીએસ પર આધારિત પ્રાઇસ અર્નિંગ રેશિયો 26.43, જ્યારે આ ઉદ્યોગની અન્ય કંપનીઓનો પીઈ રેશિયો 42.76
અમદાવાદ, સંગઠિત સિરામિક ઉદ્યોગમાં સૌથી વધુ કાર્યકારી નફાનું ધોરણ ધરાવતી કંપનીઓ પૈકીની એક, ભારતમાં વિટ્રિફાઇડ ટાઇલ્સની અગ્રણી ઉત્પાદક, ગુજરાત સ્થિત એક્સારો ટાઇલ્સ લિમિટેડનો ઇક્વિટી શેરનો આઈપીઓ (“ઓફર”/ “આઈપીઓ”) 04 ઓગસ્ટ, 2021ને બુધવારે ખુલશે અને 06 ઓગસ્ટ, 2021ને શુક્રવારે બંધ થશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ RS. 118થી RS. 120 નક્કી થઈ છે.
કંપની અને વિક્રેતા શેરધારકો બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”) સાથે ચર્ચા કરીને એન્કર રોકાણકારોની ભાગીદારીનો વિચાર કરશે, જેઓ બિડ/ઓફર ખુલવાની તારીખ એટલે કે 03 ઓગસ્ટ, 2021ને ગુરુવારે સહભાગી થઈ શકશે.
આઈપીઓમાં 13,424,000 ઇક્વિટી શેર સામેલ છે, જે દરેકની ફેસ વેલ્યુ RS. 10 છે, જેમાં 111,86,000 ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને શ્રી દિક્ષિતકુમાર પટેલ (“વિક્રેતા શેરધારક”) દ્વારા 2,238,000 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર સામેલ છે.
કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ફંડનો ઉપયોગ કંપનીના ઋણની પુનઃચુકવણી/આગોતરી ચુકવણી કરવા, કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરવા અને સાધારણ કોર્પોરેટ કામગીરીઓ માટે કરશે.
મુકેશકુમાર પટેલ, દિનેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ અને કિરણકુમાર પટેલ દ્વારા પ્રમોટેડ એક્સારો ટાઇલ્સે ફ્રિટનું ઉત્પાદન કરવા વર્ષ 2007-2008માં પાર્ટનરશિપ કંપની તરીકે શરૂઆત કરી હતી અને પછી ડાઇવર્સિફિકેશન કર્યું હતું અને અત્યારે ફ્લોરિંગ સમાધાનો માટે મુખ્યત્વે ઉપયોગી વિટ્રિફાઇડ ટાઇલ્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે તથા રહેણાંક અને વ્યાવસાયિક સેગમેન્ટની જરૂરિયાતો પૂરી કરે છે. કંપની અત્યારે 27 રાજ્યોમાં 2000થી વધારે ડિલરનું નેટવર્ક ધરાવે છે.
કંપની ગુજરાતમાં પાદરા અને તાલોદમાં બે અદ્યતન ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે. કંપની સમગ્ર ભારતમાં (27 રાજ્યોમાં, નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન થયેલા વેચાણને આધારે) કામગીરી ધરાવે છે તથા પોલેન્ડ, યુએઈ, ઇટાલી અને બોસ્નિયા સહિત 13થી વધારે દેશોમાં પણ કામગીરી ધરાવે છે. ઇશ્યૂના લીડ મેનેજર તરીકે પન્તોમઠ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડની નિમણૂક થઈ છે.
અહીં ઉપયોગ થયેલા અને સ્પષ્ટ પરિભાષિત ન કરેલા તમામ મૂડીકૃત શબ્દોનો અર્થ અમદાવાદમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (“આરઓસી”)માં 26 જુલાઈ, 2021ના રોજ રજૂ થયેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સમાં ઉલ્લેખ કર્યા મુજબ થશે.