એક્સિસ ડાયરેક્ટએ પરિવર્તનકારક મોબાઇલ એપ્લિકેશન ‘એક્સિસ ડાયરેક્ટ રિંગ’ પ્રસ્તુત કરી
એક્સિસ ડાયરેક્ટ રિંગ સાથે દર 60 સેકન્ડે રોકાણની તક ઝડપો
· ઇન્ટેલિજન્ટ ટૂલ સ્ક્રીનર્સ સાથે સજ્જ, જે રોકાણની ઉચિત તકો ઓળખવા 25,000થી વધારે કોન્ટ્રાક્ટ અને 5,000 સીક્યોરિટીનું સ્કેન કરશે
મુંબઈ, એક્સિસ બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની એક્સિસ સીક્યોરિટીઝની ફ્લેગશિપ બ્રાન્ડ એક્સિસ ડાયરેક્ટએ સ્ટોક માર્કેટમાં રોકાણને સરળ, ઝડપી અને લાભદાયક બનાવવા માટે પરિવર્તનકારક મોબાઇલ એપ – ‘એક્સિસ ડાયરેક્ટ રિંગ’ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી.
એક્સિસ ડાયરેક્ટ રિંગ રોકાણકારોને દર 60 સેકન્ડે રોકાણની તકો શોધવામાં મદદરૂપ થવા બજારમાં કાળજીપૂર્વક સ્કેનિંગ કરશે. આ અદ્યતન મોબાઇલ એપ રોકાણકારો અને ટ્રેડર્સને સુમાહિતગાર નિર્ણયો લેવા સક્ષમ બનાવવા ડિઝાઇન કરવામાં આવી છે. લેટેસ્ટ ટેકનોલોજી સાથે સજ્જ એક્સિસ ડાયરેક્ટ રિંગ ઝડપી અને સ્માર્ટ ટ્રેડિંગ માટે સંપૂર્ણ નિયંત્રણ, શાંતિ અને ફ્લેક્સિબિલિટી આપશે.
એક્સિસ ડાયરેક્ટ રિંગ ઇન્ટેલિજન્ટ ટૂલ – સ્કેનર્સ સાથે સજ્જ છે, જે રોકાણની તકો ઓળખવા વોલ્યુમ, પ્રાઇસ એક્શન, ઓપન ઇન્ટરેસ્ટ, ટેકનિકલ અને ફંડામેન્ટલ વિશ્લેષણ જેવા વિવિધ માપદંડોને આધારે રિયલ ટાઇમમાં 25,000થી વધારે કોન્ટ્રાક્ટ અને 5,000 સીક્યોરિટીઝનું સ્કેન કરશે. આ એપ દ્વારા ગ્રાહકો હવે બજારના તમામ એક્સચેન્જમાં તમામ માધ્યમો, જેમ કે ઇક્વિટી, એફએન્ડઓ, કરન્સી, કોમોડિટી અને મ્યુચ્યુઅલ ફંડ્સની શ્રેષ્ઠ સુલભતા પ્રદાન કરવા સિંગલ પ્લેટફોર્મ મેળવશે. ટ્રેડિંગ એપ નેવિગેશનની દ્રષ્ટિએ યુઝરને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરશે અને ઓર્ડર કરવા ઓછી સંખ્યામાં ક્લિકની જરૂર પડશે.
આ લોંચ પર એક્સિસ સીક્યોરિટીઝના એમડી અને સીઇઓ બી. ગોપકુમારે કહ્યું હતું કે, “વિશ્વસનિય બ્રોકરેજ હાઉસ તરીકે અમારો ઉદ્દેશ અમારા ગ્રાહકોને ઇનોવેટિવ, ટેકનોલોજી-સંચાલિત સોલ્યુશન્સ સાથે બજારમાં મોટા ભાગના માધ્યમોમાં રોકાણ કરવા સક્ષમ બનાવવાનો છે.
એક્સિસ ડાયરેક્ટ રિંગનું લોંચ અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ આપવા અમારું એક વધુ પગલું છે. આ પાવરફૂલ મોબાઇલ એપ સુપર-ફાસ્ટ ટ્રેડિંગ ઇન્ટરફેસ ઓફર કરશે અને ટ્રેડના તાત્કાલિક અમલ સાથે સ્ટોક પ્રાઇઝની રિયલ-ટાઇમ સુલભતા આપશે. પોતાની વિશિષ્ટ ખાસિયતો અને ઉપયોગ કરવામાં સરળ ઇન્ટરફેસ સાથે અમને ખાતરી છે કે, એક્સિસ ડાયરેક્ટ રિંગ અમારા રોકાણકારો અને ટ્રેડર્સને બજારમાં વધઘટના વાતાવરણમાં પણ લાભદાયક રીતે રોકાણ કરવા ટેકો આપશે.”
એક્સિસ ડાયરેક્ટ રિંગ તમામ મુખ્ય ભારતીય શેરબજારો અને એક્સચેન્જ (એનએસઈ, બીએસઈ અને એમસીએક્સ)નો વિગતવાર જાણકારી પ્રદાન કરશે તેમજ સ્ક્રીનર્સ, સરળ ચાર્ટ, વિસ્તૃત ક્વોટ, પ્રાઇસ એલર્ટ નોટિફિકેશન, રિસર્ચ કોલ અને અપડેટ જેવા વિવિધ ટ્રેડિંગ ટૂલ ઓફર કરશે.
એપ બિનઅનુભવી અને અનુભવી એમ બંને પ્રકારના રોકાણકારોની રોકાણની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને ડિઝાઇન કરવામાં આવી છે. રિયલ-ટાઇમમાં બજારની સ્થિતિ, કોઈ પણ જગ્યાએ પ્રાઇસ અને સ્ટોકનું અવલોકન પ્રદાન કરીને આ એપ એક્સિસ ડાયરેક્ટના ઉપભોક્તાઓ બજારમાં ઊભી થયેલી તક ચૂકી ન જાય એ સુનિશ્ચિત કરશે.