એક્સિસ બેંકે FY2020-21ના Q1માં વ્યાજની ચોખ્ખી આવકમાં વાર્ષિક ધોરણે 20 ટકાની વૃદ્ધિ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/Axis-Bank-1024x738.jpg)
પ્રતિકાત્મક
એક્સિસ બેંક લિમિટેડના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે 21 જુલાઈ, 2020ને મંગળવારના રોજ મુંબઈમાં યોજાયેલી બેઠકમાં 30 જૂન, 2020ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા અને વર્ષ માટે નાણાકીય પરિણામોને મંજૂરી આપી હતી, જે બેંકના કાયદેસર ઓડિટર્સ દ્વારા મર્યાદિત સમીક્ષાને આધિન છે.
બોર્ડે એ પણ નોંધ્યું હતું કે, એક્સિસ બેંકની શાખાઓ અને ATMs કોવિડ-19ના તબક્કામાં કાર્યરત રહ્યાં હતા તથા રોગચાળાને કારણે વિક્ષેપ ઊભો થયો હોવા છતાં સેવાની ગુણવત્તાનું સ્તર સફળતાપૂર્વક શ્રેષ્ઠ જળવાઈ રહ્યું હતું. ફોન-બેંકિંગમાં ઇનબાઉન્ડ કસ્ટમર કેર માટે તમામ વેનિલા લાઇન્સ ખોલનારી પ્રથમ બેંક હતી, જેમાં સુનિશ્ચિત થયું હતું કે, કસ્ટમર સર્વિસના તમામ અધિકારીઓ મહત્તમ તાલીમ અને માળખાગત સુવિધા સક્ષમ બન્યાં, જે ગ્રાહકનાં ઊંચા સેટિસ્ફિકેશન સ્કોર તરફ દોરી ગઈ છે.
પ્રવર્તમાન સ્થિતિસંજોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક્સિસ બેંકે તમામ માટે બેંકિંગ સુવિધાઓ વધારે સુલભ બનાવવા નવા ડિજિટલ સોલ્યુશનો વિકસાવ્યાં હતાં. અત્યારે માસ્ટરકાર્ડ અને વર્લ્ડલાઇનની સાથે બેંકે નાના વેપારીઓ અને વિક્રેતાઓને સપોર્ટ કરવા ‘સોફ્ટ POS’ સર્વિસ શરૂ કરી હતી, જે ભારતમાં સ્માર્ટફોન્સને મર્ચન્ટ પોઇન્ટ ઓફ સેલમાં પરિવર્તિત કરનારી ભારતની પ્રથમ નાણાકીય સેવા છે.
દેશભરમાં વેપારીઓ હવે કોન્ટેક્ટલેસ પેમેન્ટની સુલભતાનો વિકલ્પ ધરાવે છે, જે સોશિયલ ડિસ્ટન્સિંગને પ્રોત્સાહન આપે છે. એક્સિસ બેંક રિકરિંગ પેમેન્ટ માટે વ્યવસાયોને સુવિધા, કાર્યદક્ષતા અને સુરક્ષા પ્રદાન કરતા ઇનોવેટિવ ડિજિટલ સોલ્યુશન BBPS પર સ્કૂલને ઓન-બોર્ડ લાવનારી પણ પ્રથમ બેંક હતી. જ્યારે એક્સિસ BBPS સોલ્યુશન દ્વારા વિદ્યાર્થીઓ હવે સ્કૂલની ફી ડિજિટલ માધ્યમો દ્વારા સરળતાથી ચુકવી શકશે, ત્યારે ઘરની અંદર સલામત રીતે આ સેવાનો લાભ લઈ શકશે.
એક્સિસ બેંકે એના ગ્રાહકો માટે ડિજિટલ અને ટેકનોલોજી પર મોટું રોકાણ કર્યું છે. જ્યારે બેંકે એના મોટા ભાગના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ માટે સક્ષમ બનાવ્યાં હતાં, ત્યારે એમના માટે “તમારા પોતાના ડિવાઇઝમાં બ્રિંગ-યોર-વર્કપ્લેસ” તરફ આગળ વધવાનો વ્યૂહાત્મક વિકલ્પ પણ પૂરો પાડ્યો હતો, જેનો અમલ આગામી થોડા મહિનાઓમાં થશે. બેંકે એક એપ્લિકેશન વિકસાવી છે, જે તમામ કર્મચારીઓને સાયબર સુરક્ષાને મજબૂત કરવાના પગલાંની સાથે HR કામગીરીઓની સુવિધા, સેલ્સની નવી સફર પ્રદાન કરે છે.
એક્સિસ બેંકના એમડી અને સીઇઓ અમિતાભ ચૌધરીએ કહ્યું હતું કે, “રોગચાળાને કારણે ઊભા થયેલા વિક્ષેપથી આર્થિક અને સામાજિક સ્તરે વિવિધ અવરોધો તરફ દોરી ગયો છે. જોકે એનાથી સંપૂર્ણ ઉદ્યોગમાં ઇનોવેશન પણ આવ્યું છે. એક્સિસ બેંક આ પડકારજનક તબક્કામાં સંસ્થાને મજબૂત કરે એવા તથા ગ્રાહકો, કર્મચારીઓ અને પાર્ટનર્સને સપોર્ટ કરે એવા નવા સોલ્યુશનો સતત પ્રસ્તુત કરવા એના તમામ ભાગીદારો સાથે કામ કરવામાં મોખરે છે.
પરિણામે ઘણી નવી કામગીરીઓ શરૂ થઈ છે અને આગળ જતાં અમે નવીન સોલ્યુશનો પ્રસ્તુત કરીએ છીએ. અમારી સફર ‘અમારા દિલ સે ઓપન’ જુસ્સાનું પ્રતિબિંબ છે, જે તમામ શાખાઓ અને કસ્ટમર સર્વિસ ટચ-પોઇન્ટમાં જોવા મળે છે.”