એક્સિસ બેન્કનું નવું ક્રેડિટ કાર્ડ ‘ઓરા’ હેલ્થ અને વેલનેસ સોલ્યુશન્સ પૂરાં પાડશે
મુંબઇ, ભારતની ત્રીજા ક્રમની સૌથી મોટી ખાનગી બેન્ક એક્સિસ બેન્કે તેના વપરાશકર્તાઓ માટે કિફાયતી દરે કેટલાંક હેલ્થ અને વેલનેસ લાભથી સજ્જ ક્રેડિટ કાર્ડ ‘ઓરા’ રજૂ કર્યું છે. આરોગ્ય પ્રત્યે સભાન વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને પોશવીન, ડિકેથ્લોન, પ્રેક્ટો, ફિટરનિટીપ્લસ અને 1એમજી જેવા સ્પેશિયાલિસ્ટ્સના સહયોગમાં બનાવવામાં આવેલું આ કાર્ડ સંપૂર્ણ અને અનોખું હેલ્થ અને વેલનેસ સોલ્યુશન પુરું પાડશે.
એક્સિસ બેન્ક દ્વારા કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલી હેલ્થ અને વેલનેસ ઓફરમાં હેલ્થ ચેક-અપ કંપની ઇન્ડસહેલ્થ અને ઓનલાઇન મેડિકલ કન્સલ્ટેશન પ્લેટફોર્મ પ્રેક્ટો જેવા ભાગીદાર છે. કાર્ડધારકોને ઇન્ડસહેલ્થપ્લસ દ્વારા વાર્ષિક મેડિકલ ચેક-અપ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
પ્રેક્ટો દ્વારા આ કાર્ડ પર પ્રતિ માસ ચાર મફત ઓનલાઇન વિડિયો કન્સલ્ટેશન પૂરાં પાડવામાં આવશે. તેઓ મર્યાદિત જનરલ ફિઝિશિયન્સ નહીં, પણ તમામ 21 સ્પેશિયાલિટીઝમાં ચોવીસે કલાક અન સપ્તાહમાં સાતેય દિવસ જઈ શકશે. આ સ્પેશિયાલિટીઝમાં ડર્મેટોલોજી અને કાર્ડિયોલોજીથી માંડીને આયુર્વેદ અને હોમિયોપેથી જેવી વૈકલ્પિક સારવાર પ્રણાલીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, આ ઓફરમાં હેલ્થ અને ફિટનેસ પ્લેટફોર્મ ફિટરનિટી દ્વારા પ્રાયોજિત પ્રતિ માસ ચાર ફ્રી ઓનલાઇન ઇન્ટરએક્ટિવ ફિટનેસ સેશન્સ ઓફર કરવામાં આવશે.
કાર્ડધારકોને પ્રતિ માસ 16 રેકોર્ડેડ ટ્રેઇનિંગ સેશન્સનો લાભ મળશે. તેઓ યોગ, ક્રોસ ફન્ક્શનલ ટ્રેઇનિંગ પ્રોગ્રામ્સ જેવી વિવિધ સેશન્સમાંથી પસંદગી કરી છે.
લોંચ અંગે એક્સિસ બેન્કના ઇવીપી અને હેડ (કાર્ડ્સ એન્ડ પેમેન્ટસ) સંજીવ મોઘેએ જણાવ્યું હતું કે, “મહામારી દરમિયાન આરોગ્ય અને સુખાકારી પર લોકોનું ધ્યાન વધી ગયું છે. અમારા ડેટા એનાલિસિસ પરથી કહી શકાય કે જે રીતે લોકો હેલ્થકેર પ્રોડક્ટસ પર ખર્ચ કરે છે તેનાથી મજબૂત ટ્રેન્ડનો સંકેત મળે છે. તેમણે હેલ્થ અને વેલનેસ કેટેગરી પાછળ નોંધપાત્ર ખર્ચ કર્યો છે.
ગ્રાહકોની આ ચોક્કસ જરૂરને પૂરી કરવા અને વધતા જતા માર્કેટનો લાભ લેવા અમે હેલ્થ અને વેલનેસ સોલ્યુશન્સથી સજ્જ ક્રેડિટ કાર્ડ ‘ઓરા’ લોંચ કર્યું છે. અમે માનીએ છીએ કે ગ્રાહકની આરોગ્ય અને સુખાકારી જરૂરિયાત પ્રમાણેની પ્રોડક્ટ ઓફર કરવાની ખરેખર જરૂર છે અને તે અમારી અનોખી ઓફર દ્વારા પૂરી પાડી શકાય તેમ છે. ”