Axis મ્યુચ્યુઅલ ફંડે ‘એક્સિસ રિટાયર્મેન્ટ સેવિંગ્સ ફંડ’ લોંચ કર્યું
દેશમાં અગ્રણી એસેટ મેનજેમેન્ટ કંપનીઓમાં સામેલ એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે આજે એનું નવું ફંડ – ‘એક્સિસ રિટાયર્મેન્ટ સેવિંગ્સ ફંડ’ લોંચ કરવાની જાહેરાત કરી હતી. આ ફંડ ઓપન-એન્ડેડ રિટાયર્મેન્ટ સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમ છે, જેનો લોક-ઇન ગાળો 5 વર્ષ અથવા રિટાયર્મેન્ટ (બેમાંથી જે સૌપ્રથમ આવે) સુધીનો છે. આ ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) સબસ્ક્રિપ્શન માટે 29 નવેમ્બર, 2019થી 13 ડિસેમ્બર, 2019 સુધી ખુલ્લી રહેશે.
દેશમાં હાલ એક યા બીજી રોજગારી ધરાવતા લોકો માટે નિવૃત્તિ માટેનું આયોજન ધીમે ધીમે મહત્ત્વપૂર્ણ મુદ્દો બની રહ્યો છે, કારણ કે તેઓ ઔપચારિક સામાજિક સુરક્ષા વિના અને કુટુંબનાં પરંપરાગત સાથસહકારનાં માળખામાં પરિવર્તનની સાથે નિવૃત્તિ પછી જીવનનાં લાંબા સમયગાળાનો સામનો કરે છે.
આ સમસ્યાઓને એક્સિસ એએમસીએ હાથ ધરેલા બજારનાં સંશોધન અભ્યાસનાં તારણોનું સમર્થન મળ્યું છે. આ અભ્યાસમાં વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતાં અને જુદાં જુદાં સ્થળોમાં રહેતાં લોકો પાસેથી જાણકારી મેળવવામાં આવી હતી, જેમણે નિવૃત્તિ માટે પોતાની સજ્જતા પર ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે લોકો નિવૃત્તિનાં વર્ષો દરમિયાન સ્વનિર્ભર રહેવાની ઇચ્છા ધરાવે છે, ત્યારે તેઓ તેમની નિવૃત્તિ તેમની જીવનશૈલીમાં પરિવર્તન તરફ દોરી જાય એવું ઇચ્છતાં પણ નથી.
આ પડકારોની જાણકારી અંગે જાગૃતિ લાવવાની સાથે લોકોને ઉચિત નાણાકીય સોલ્યુશન પ્રદાન કરવાની જરૂરિયાત વધી રહી છે. એક્સિસ રિટાયર્મેન્ટ સેવિંગ્સ ફંડ જોખમોની જુદી જુદી પ્રોફાઇલ, તમામ પ્રકારની એસેટમાં ફંડનું મેનેજમેન્ટ કરવાની મજબૂત ક્ષમતા, કરવેરાની દ્રષ્ટિએ ઉપયોગિતા, નિવૃત્તિ પછી આવક માટે ફંડનો ઉપયોગ કરવાની સાનુકૂળતા તેમજ લાંબા ગાળાનાં એસઆઇપી રોકાણકારોને શિસ્તબદ્ધ રીતે રોકાણ કરવા પ્રોત્સાહન આપવા જીવન વીમાકવચ ઓફર કરવાની એક ખાસિયત જેવી વિવિધ ખાસિયતો પૂરી પાડવાનાં આ પ્રયાસમાં રોકાણકારોને મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
એક્સિસ રિટાયર્મેન્ટ સેવિંગ્સ ફંડ 5 વર્ષનો કે રિટાયર્મેન્ટની વય (બેમાંથી જે વહેલા) સુધીનો લોક-ઇન ગાળો ધરાવે છે. રોકાણકારોની જોખમ ખેડવાની વિવિધ ક્ષમતાને ધ્યાનમાં રાખીને ફંડ ત્રણ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ઓફર કરે છે – એગ્રેસિવ પ્લાન, જેમાં ઇક્વિટીમાં રોકાણ 65 ટકાથી 80 ટકા વચ્ચે હશે, ડાયનેમિક પ્લાન, જેમાં ઇક્વિટીમાં રોકાણ 65 ટકાથી 100 ટકા વચ્ચે ફરતું રહેશે અને કન્ઝર્વેટિવ પ્લાન, જેમાં ડેટમાં રોકાણ 40થી 80 ટકા વચ્ચે હશે.
જ્યારે રિટાયર્મેન્ટ ફંડ જેવા લાંબા ગાળાનાં સોલ્યુશન ઓફર કરવાની વાત આવે છે, ત્યારે જોખમ ખેડવાની જુદી જુદી ક્ષમતા ધરાવતા લોકો માટે વિવિધ વિકલ્પો પ્રદાન કરવા જરૂરી છે, કારણ કે રોકાણકારોની જોખમ ખેડવાની ક્ષમતા તેમની વય અને સ્થિતિસંજોગોને આધારે બદલાય છે. ઉદાહરણ તરીકે, જેમ રોકાણકારો નિવૃત્તિની વયની નજીક પહોંચે છે, તેમ તેમની જોખમ ખેડવાની ક્ષમતા ઘટે છે અને પરિણામે તેમના માટે ઓછું જોખમ ધરાવતા ઇન્વેસ્ટમેન્ટ વિકલ્પની જરૂર છે. સાથે સાથે યુવાન રોકાણકાર વધારે જોખમ ખેડી શકે છે અને તેઓ સંપત્તિનું સર્જન કરવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપે એવા ઇન્વેસ્ટમેન્ટ વિકલ્પ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે.