એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે ‘એક્સિસ AAA બોન્ડ પ્લસ SDL ETF – 2026 મેચ્યોરિટી’ પ્રસ્તુત કરી
મુંબઈ, ભારતમાં સૌથી વધુ ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીનું એક એક્સિસ મ્યુચ્યુલ ફંડએ આજે તેમની નવી ફંડ ઓફર – ‘એક્સિસ AAA બોન્ડ પ્લસ SDL ETF 2026 મેચ્યોરિટી’ લોંચ કરવાની જાહેરાત કરી હતી. આ લક્ષિત મેચ્યોરિટી ઇટીએફ છે – આ એક પોર્ટફોલિયો છે,
જેને પૂર્વનિર્ધારિત તારીખ સમાપ્ત કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે – જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ડેટ માધ્યમોના પોર્ટફોલિયોમાં રોકાણ કરશે. બેન્ચમાર્ક ઇન્ડેક્સની મેચ્યોરિટી ડેટ 30 એપ્રિલ, 2026 છે. બેન્ચમાર્કની રચના AAA સીક્યોરિટીઝ અને SDLsમાં ઇક્વિટીની ફાળવણી કરવા થઈ છે, જે રોકાણકારોને ધિરાણની ઉચ્ચ ગુણવત્તા અને ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો ઓફર કરે છે.
આ લોંચ ડેટ રોકાણકારોને એવું ફંડ ઓફર કરીને પેસિવ ઇન્વેસ્ટમેન્ટ માટેની સુવિધા આપશે, જે 5 વર્ષની પૂર્વનિર્ધારિત મેચ્યોરિટી મુદ્દત ધરાવે છે. ફંડનો ઉપયોગ 5 વર્ષના હોલ્ડિંગ ગાળા પર નજર ધરાવતા રોકાણકારોની સાથે ટૂંકા હોલ્ડિંગ ગાળા માટે આ સ્ટ્રેટેજીનો લાભ લેવા ઇચ્છતાં રોકાણકારો પણ કરી શકશે.
ETF મ્યુચ્યુઅલ ફંડ છે, જેની ડિઝાઇન ઇન્ડેક્સના પર્ફોર્મન્સ પર નજર રાખવા બનાવવામાં આવી છે. આ અંતર્ગત ઇન્ડેક્સના પોર્ટફોલિયોનું રેપ્લિકેશન કરીને હાંસલ થાય છે. બજાર નિર્ધારિત કિંમતો પર એક્સચેન્જ પર ઓછી સાઇઝના યુનિટમાં ETFsનું ટ્રેડિંગ થાય છે. જ્યારે ભારતમાં પરંપરાગત રીતે ઇક્વિટી અને ગોલ્ડ ETFs લોકપ્રિય છે, ત્યારે ડેટ ETFs ઝડપથી રોકાણકારોમાં લોકપ્રિય થઈ રહ્યાં છે. ડેટ ETFs સ્થિરતા અને લિક્વિડિટીનો શ્રેષ્ઠ સમન્વય ઓફર કરે છે. આ લોંચ આ સેગેમન્ટને વિવિધ પ્રકારના રોકાણકારો માટે આકર્ષક રીતે ઊભું કરવાની દિશામાં વધુ એક પગલું છે.
એનએફઓના લોંચ પર એક્સિસ એએમસીના એમડી અને સીઇઓ શ્રી ચંદ્રેશકુમાર નિગમે કહ્યું હતું કે, “જવાબદાર ફંડ હાઉસ તરીકે એક્સિસ એમએફ રોકાણકારોને સંપૂર્ણ બકેટ ઓફર કરવાની જરૂરિયાતને સમજે છે. અમે વર્તમાન સંદર્ભમાં પ્રસ્તુત ઉત્પાદનો વિકસાવવા, પ્રસ્તુત કરવા અને પ્રદાન કરવા ઇચ્છીએ છીએ.
એ મુજબ, અમે તમામ એસેટ ક્લાસમાં રોકાણકારોને મજબૂત પેસિવ પ્રોડક્ટ સહિત સ્ટ્રેટેજીની પસંદગી ઓફર કરવાની જરૂરિયાતને સમજીએ છીએ. એક્સિસ AAA બોન્ડ પ્લસ SDL ETF – 2026 મેચ્યોરિટીનું લોંચ રોકાણકારોને પેસિવ સ્પેસની અંદર આકર્ષક ડેટ સ્ટ્રેટેજી ઓફર કરીને સમયની સાથે અમારી વિવિધ પેસિવ પ્રોડક્ટ ઊભા કરવાના અમારા પ્રયાસને આગળ વધારશે.”
ફંડની ટોચની ખાસિયતોમાં સામેલ છેઃ
⦁ તક – 5 વર્ષ AAA સ્પેસ ડિસેમ્બર, 2020થી અત્યાર સુધી વેચાણને ધ્યાનમાં રાખીને રસપ્રદ તક પૂરી પાડે છે.
⦁ મુખ્ય ફાળવણી – 5-વર્ષના ગાળા માટે રોકાણ કરવા આતુર રોકાણકારો માટે આદર્શ સોલ્યુશન
⦁ પ્રોડક્ટ મિકેનિઝમ – પોતાની મુખ્ય ફિક્સ્ડ આવકનો પોર્ટફોલિયો બનાવવા આતુર રોકાણકારો માટે ઓછા ખર્ચે સરળ સોલ્યુશન
⦁ સરળ – એક્સચેન્જ ટ્રેડેડ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત પોર્ટફોલિયો, જે 5 વર્ષના ઇન્ડેક્શેશનનો લાભ ધરાવે છે
નવી ફંડ ઓફર (એનએફઓ) સબસ્ક્રિપ્શન માટે 23 એપ્રિલ, 2021થી 7 મે, 2021 સુધી ખુલ્લી રહેશે.
એસેટની વિગતવાર ફાળવણી અને રોકાણની વ્યૂહરચના માટે સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ જુઓ.
એક્સિસ એએમસી વિશે: એક્સિસ એએમસી ભારતની સૌથી વધુ ઝડપથી વિકસતા એસેટ મેનેજર્સ પૈકીની એક છે, જે મ્યુચ્યુઅલ ફંડ્સ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ અને અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ સહિત એસેટ મેનેજમેન્ટની સંપૂર્ણ પ્રોડક્ટ ઓફર કરે છે.