એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ કેન્દ્ર સરકારના જાહેર ક્ષેત્રના સાહસો અને સીક્યોરિટીઝમાં રોકાણ કરશે
એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે ‘એક્સિસ CPSE પ્લસ SDL 2025 70:30 ડેટ ઇન્ડેક્સ ફંડ’ પ્રસ્તુત કર્યું
મુખ્ય ખાસિયતો: –
· ઓપન-એન્ડેડ ટાર્ગેટ મેચ્યોરિટી ઇન્ડેક્સ ફંડ છે, જે મુખ્યત્વે ક્રિસિલ IBX 70:30 CPSE પ્લસ SDL – એપ્રિલ 2025ના ઘટકોમાં મુખ્યત્વે રોકાણ કરશે, જે વ્યાજદરનું મધ્યમ જોખમ અને ધિરાણના દરનું પ્રમાણમાં ઓછું જોખમ ધરાવે છે
· બેન્ચમાર્ક મેચ્યોરિટી:30 એપ્રિલ, 2025
· એનએફઓની તારીખ: 10 જાન્યુઆરી, 2022થી 20 જાન્યુઆરી, 2022
· લઘુતમ રોકાણ: રૂ. 5,000 અને પછી રૂ. 1/-ના ગુણાંકમાં
મુંબઈ, ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતા ફંડ હાઉસ પૈકીનાં એક એક્સિસ મ્યુચ્યુઅલ ફંડએ તેની નવી ફંડ ઓફર ‘એક્સિસCPSE પ્લસ SDL 2025 70:30 ડેટ ઇન્ડેક્સ ફંડ’પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. આ એક લક્ષિત મેચ્યોરિટી ઇન્ડેક્સ ફંડ છે, જેની બેન્ચમાર્ક મેચ્યોરિટી તારીખ 30 એપ્રિલ, 2025 છે.
નવું ફંડ ક્રિસિલ IBX 70:30 CPSE પ્લસ SDL – એપ્રિલ 2025ને ટ્રેક કરશે અને પોર્ટફોલિયો મુખ્યત્વે AAA રેટિંગ ધરાવતા કેન્દ્ર સરકારના જાહેર ક્ષેત્રના સાહસોમાં અને SOV-રેટિંગ ધરાવતી SDL સીક્યોરિટીઝમાં રોકાણ કરવા ખાસ ડિઝાઇન કરેલો છે.
સ્કીમ અંતર્ભૂત ઇન્ડેક્સમાં સામેલ સીક્યોરિટીઝના કુલ વળતરને લગભગ સમકક્ષ વળતર પ્રદાન કરવાનો ઇરાદો ધરાવે છે. ક્રિસિલ IBX 70:30 CPSE પ્લસ SDL – એપ્રિલ 2025ઇન્ડેક્સની આધાર તારીખ સુધી 2 ઘટકો ધરાવે છે, જેનું દર ત્રણ મહિને પુનઃસંતુલન થાય છે.
· AAA રેટિંગ ધરાવતા CPSEનો ઘટક (70%): ટોચના 7 CPSE ઇશ્યૂઅર્સ CPSE માટે લાયકાતના ગાળામાં મેચ્યોર થનારી સીક્યોરિટીઝના લિક્વિડિટી સ્કોરને આધારે ઇન્ડેક્સની શરૂઆતમાં પસંદ થશે
· SDL ઘટક (30%):ટોચના 6 SDLs જેની પસંદગી લિક્વિડિટીને આધારે લઘુતમ O/s રૂ. 1,000 કરોડને આધારે થઈ છે
આ એનએફઓ ડેટ રોકાણકારો માટે પેસિવ રોકાણની સુવિધા આપશે, જે તેમને એવું ફંડ ઓફર કરશે, જેનો નિર્ધારિત સમયગાળો 3 વર્ષનો છે, જે તેમને ઓછા ગાળાની વ્યૂહરચનાનો લાભ લેવાની સુવિધા આપે છે. લક્ષિત મેચ્યોરિટી ઇન્ડેક્સ ફંડ્સ રોકાણનો નિર્ધારિત ગાળો ધરાવતા રોકાણકારો માટે આદર્શ સોલ્યુશન છે.
ફંડના કાર્યકાળમાં રોકાણ જાળવી રાખનાર રોકાણકારો માટે જોખમના કોઈ પણ ગાળાની અસર દૂર કરવાના ઉદ્દેશ સાથે તેઓ ફિક્સ્ડ આવકનો પોર્ટફોલિયો બનાવવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એનએફઓ આ સેગમેન્ટને વિવિધ વર્ગના રોકાણકારો માટે આકર્ષક બનાવવાની દિશામાં વધુ એક પગલું છે.
એનએફઓની પ્રસ્તુતિ પર એક્સિસ એએમસીના એમડી અને સીઇઓ ચંદ્રેશ નિગમે કહ્યું હતું કે,“ગુણવત્તાયુક્ત અસ્કયામતોમાં ‘જવાબદાર રોકાણ’ની પોતાની ફિલોસોફીના ઊંડા મૂળિયા ધરાવતા ફંડ હાઉસ તરીકે અમારો ઉદ્દેશ રોકાણકારો માટે સંપૂર્ણ સમાધાનોની સુવિધા પ્રદાન કરવાનો છે.
એક્સિસ CPSE પ્લસ SDL 2025 70:30 ડેટ ઇન્ડેક્સ ફંડની પ્રસ્તુતિ સમયની સાથે અમારા પેસિવ પ્રોડક્ટને મજબૂત કરવાના અમારા પ્રયાસને સુસંગત છે. રોકાણકારોને પેસિવ સ્પેસની અંદર આકર્ષક ડેટ વ્યૂહરચના પૂરી પાડીને અમે વર્તમાન સંદર્ભમાં પ્રસ્તુત હોય એવા ઉપયોગી સમાધાનો પૂરાં પાડવા ઇચ્છીએ છીએ.”
ફંડની ટોચની ખાસિયતોમાં સામેલ છે:
· તક: ત્રણ-વર્ષના ગાળામાં વળતરમાં 100 બીપીએસનો વધારો જોવા મળ્યો છે
· મુખ્ય ફાળવણીઃ ત્રણ વર્ષના રોકાણના ગાળામાં રોકાણ કરવા રોકાણકારો માટે આદર્શ સમાધાન
· પોર્ટફોલિયો મિકેનિક્સઃ પોતાનો મુખ્ય ફિક્સ્ડ આવકનો પોર્ટફોલિયો ઊભો કરવા આતુર રોકાણકારો માટે ઓછા ખર્ચે સરળ સમાધાન
· સાદું અને સરળઃ લક્ષિત મેચ્યોરિટી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પોર્ટફોલિયો, જેને ઇન્ડેક્સેશનનો ફાયદો મળ્યો છે
નવી ફંડ ઓફર (એનએફઉઓ) સબસ્ક્રિપ્શન માટે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી, 2022 સુધી ખુલ્લી રહેશે. ફાળવણી અને રોકાણની વિસ્તૃત વ્યૂહરચના માટે કૃપા કરીને યોજન સાથે સંબંધિત માહિતી આપતું ડોક્યુમેન્ટ જુઓ.
એક્સિસ એએમસી વિશેઃએક્સિસ એએમસી ભારતના સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતાં એસેટ મેનેજર્સ પૈકીની એક છે, જે મ્યુચ્યુઅલ ફંડ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ અને વૈકલ્પિક રોકાણોમાં વિસ્તૃત એસેટ મેનેજમેન્ટ ઉત્પાદનો પૂરાં પાડે છે.