એક અઠવાડિયામાં બીજી વખત પ્રશાંત કિશોર અને શરદ પવાર વચ્ચે બેઠક યોજાઇ
મુંબઇ: દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડવાની વચ્ચે હવે રાજનૈતિક સમીકરણો મજબૂત થવાના સંકેત મળી રહ્યા છે. મળેલી જાણકારી અનુસાર નેશ્નલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીના મુખ્ય શરદ પવારે દિલ્હીમાં રાજનૈતિક રણનીતિકાર પ્રશાંત કિશોરની સાથે બેઠક કરી હતી. જણાવી દઈએ કે પ્રશાંત કિશોરની શરદ પવાર સાથે આ બીજી મિટિંગ છે.
આ પહેલા પ્રશાંત કિશોરે ગયા શુક્રવારે ૧૧ જૂને પણ એનસીપી પ્રમુખ સાથે મુલાકાત કરી હતી. કિશોર અને પવાની આ મુલાકત બાદ રાજનૈતિક અટકળો તેજ થઈ ગઈ છે. આ મુલાકતને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ માનવામાં આવી રહી છે.
પવાર અને કિશોર વચ્ચેની આ બેઠક મોદી સરકારની નીતિઓ વિરૂદ્ધ બનેલા રાષ્ટ્ર મંચની બેઠક પહેલા થઈ હતી. જણાવી દઈએ કે મંગળનારે ચાર વાગ્યે દિલ્હીમાં એનસીપી ચીફના ઘર પર બેઠક થઈ હતી. આ બેઠકમાં પવાર પહેલી વખત સામેલ થયા હતા. વર્ષ ૨૦૧૮માં યશવંત સિન્હા દ્વારા આ મંચનું ગઠન કરવામાં આવ્યું હતું. સિન્હા હાલ બંગાળમાં સત્તાધારી પાર્ટી ટીએમસી ઉપાધ્યક્ષ છે. સંભાવના છે કે આ બેઠક પવાર અને સિન્હા ઉપરાંત વિપક્ષના અમુક નેતા શામેલ રહેશે.
જણાવી દઈએ કે રાષ્ટ્ર મંચને રાજનૈતિક મંચ નહીં પરંતુ ભવિષ્યમાં તેના માધ્યમથી કોઈ ત્રીજા વિકલ્પની સંભાવનાથી ઈનકાર પણ ન કરી શકાય કારણ કે તેમાં સરકાર વિરૂદ્ધ રાજનૈતિક સહિત અન્ય બાબતો પર પણ ચર્ચા થાય છે. શરદ પવાર પહેલી વખત શામેલ થશે. વર્ષ ૨૦૧૮માં યશવંત સિન્હાએ આ મંચનું ગઠન કર્યું હતું. સિન્હા હાલ બંગાળમાં સત્તરૂઢી પાર્ટી ટીએમસીના ઉપાધ્યક્ષ છે. સંભાવના છે કે આ બેઠક પવાર અને સિન્હા ઉપરાંત વિપક્ષના અમુક નેતા પણ શામેલ રહેશે.