એક અઠવાડિયામાં ૧૦૦થી વધારે બાળકોના મોત નિપજયાં
નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ભલે નબળી પડી ગઈ હોય. પરંતુ ત્રીજી લહેરનું સંકટ હજું પણ બનેલું છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ત્રીજી લહેરની સૌથી વધારે અસર બાળકો પર જાેવા મળી રહી છે. ભારતમાં હાલ કોરોનના પ્રતિબંધોમાં છુટ મળી રહી છે. પરંતુ દુનિયાના કેટલાક દેશો એવા છે જ્યાં ત્રીજી લહેરનો ખતરો પેદા થઈ શકે છે. ઈન્ડોનેશિયામાં સેંકડો બાળકોની કોરોનાના કારણે મોત થયા છે. મરનારા અનેક બાળકોની ઉંમર ૫ વર્ષથી ઓછી હતી. અહીં ફક્ત એક અઠવાડિયાની અંદર ૧૦૦થી વધારે બાળકોના મોત થયા છે.
ઈન્ડોનેશિયામાં મહિને એક અઠવાડિયામાં ૧૦૦થી વધારે મોત થયા છે. ઈન્ડોનેશિયામાં હાલ કોરોના પોતાના અંતિમ ચરણ પર છે. ઈન્ડોનેશિયામાં કોરોના હવે બાળકો પર પોતાનો કેર વર્તવી રહ્યો છે. આ શુક્રવારે લગભગ ૫૦ હજાર નવા કેસ સામે આવ્યા છે અને ૧૫૬૬ લોકોના મોત થયા છે.
ઈન્ડોનેશિયામાં બાળ રોગના વિશેષજ્ઞોએ રિપોર્ટના આધાર પર દેશના કુલ મામલામાં ૧૨.૫ ટકા મામલા બાળકોના છે. ગત મહિનાની સરખામણીએ વધારે છે. ફક્ત ૧૨ જુલાઈના અઠવાડિયા દરમિયાન કોરોનાથી ૧૫૦થી વધારે બાળકોના મોત થયા છે. જેમાં લગભગ અડધા બાળકો ૫ વર્ષથી વધારે ઉંમરના હતા. કુલ મળીને ઈન્ડોનેશિયામાં ૩ લાખથી વધારે મામલા અને ૮૩,૦૦૦ મોત થયા છે.
કોરોનાની શરુઆતથી લઈને અત્યાર સુધી ઈન્ડોનેશિયામાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ૮૦૦થી વધારે બાળકોના મોત થઈ ચુક્યા છે. પરંતુ આમાંથી મોટાભાગના મોત ગત મહિને થઈ. અહીં હોસ્પિટલ પોતાની ક્ષમતા કરતા વધારે ભરાયેલા પડ્યા છે. કોરોનાથી લડી રહેલા બાળકો માટે અલગ હોસ્પિટલ સ્થાપિત કરાયા છે. લગભગ ૨ તૃત્યાંશ કોરોના સંક્રમિત લોકો ઘરે ક્વોરેન્ટાઈન છે. જેનાથી બાળકો સંક્રમિત થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.