એક અરબના પ્રાઇવેટ ક્રૂઝ પર ગર્લફ્રેન્ડ સાથે વેકેશન માણવા નીકળ્યો રોનાલ્ડો
નવી દિલ્હી: જુવેન્ટ્સનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ફૂટબોલમાંથી થોડા સમય માટે બ્રેક લઈને પોતાની ગર્લફ્રેન્ડ જાર્જિયા સાથે પ્રાઇવેટ યાચ (પાણીનું જહાજ) પર વેકેશન માણવા નીકળ્યો છે. જાર્જિયાએ રોનાલ્ડો સાથે એક રોમાંટિક તસવીર શેર કરી છે.
જાર્જિયાએ જે તસવીર શેર કરી છે તેમાં તે રોનાલ્ડો સાથે સૂર્યના કિરણોથી ધૂપ લેતી જાવા મળે છે. આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે તારા કરતા વધારે જા કોઈ મને પસંદ છે તો તે હું છું. રોનાલ્ડોના આ ખાસ યાચની કિંમત લગભગ દોઢ કરોડ રૂપિયા છે. આ યાચ મીડિયા રૂમ, બેડરૂમ, કેસિનો જેવી દરેક આધુનિક સુવિધાથી સજ્જ છે. આ યાચ (જહાજ)માં જેટ સાઇસ, પેડલ બોર્ડ અને વોટર સ્લાઇડ પણ છે.
રોનાલ્ડોએ કોરાના વાયરસ પછી પોતાના પ્રદર્શનના કારણે સોશિયલ મીડિયા પ્રશંસકોના ગુસ્સાનું શિકાર થવું પડ્યું છે. પ્રશંસકોનું કહેવું છે કે રોનાલ્ડોની કારકિર્દી ખતમ થવા તરફ આગળ વધી રહી છે. જાકે રોનાલ્ડોએ બધા ટ્રોલર્સને જવાબ આપતા એક તસવીર શેર કરી છે અને લખ્યું છે કે ક્યારેય હાર માનવી જાઈએ નહીં, ના માનીશ, આગળ આવનાર પડકાર માટે તૈયાર છું.