એક ઈવેન્ટમાં સારા અલી ખાન સાડી પહેરીને પહોંચી

મુંબઈ, અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાને જ્યારથી બોલિવુડમાં પગ મૂક્યો છે ત્યારથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી આવી છે. એક્ટિંગ સ્કિલથી લઈને એટિકેટ, પાપારાઝી સાથે સ્વીટ જેસ્ચર તેમજ ફેશન ગેમ માટે સારાના વખાણ થતા રહે છે.
સારાની ફેશન ચોઈસ ખાસ કરીને ભારતીય પોષાકની વાત આવે ત્યારે પ્રભાવી હોય છે. રેડ કાર્પેટ ઈવેન્ટથી લઈને એવોર્ડ શો, પ્રમોશનલ ઈવેન્ટ અથવા કેઝ્યુઅલ આઉટિંગ સુધી સારા અલી ખાન મોટાભાગે સલવાર-સૂટ, પ્લાઝો કૂર્તા જેવા ઈન્ડિયન વેઅરમાં જાેવા મળે છે. ૨૬મી સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાયેલા ગ્લોબલ સિટિઝન લાઈવમાં સારા અલી ખાને સાડી પહેરી હતી અને હંમેશાની જેમ સુંદર લાગતી હતી.
ઈવેન્ટ માટે એક્ટ્રેસે મેચિંગ બંગડીઓ સાથે મલ્ટિ-કલરની સાડી પહેરી હતી, આ સાથે તેણે મિનિમલ મેકઅપ કર્યો હતો. સારાએ તેના લૂકને બિંદી સાથે પૂરો કર્યો હતો. સોશિયલ મીડિયા પર સારા અલી ખાનની તસવીર વાયરસ થતાં જ ગ્લોબલ ઈવેન્ટમાં ભારતીય પોષાક પહેરવા બદલ સોશિયલ મીડિયા યૂઝર્સે તેના વખાણ કરવાનું શરૂ કરી દીધું હતું.
સારા અલી ખાનની તસવીર પર કોમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું છે ‘સારાએ ગ્લોબલ પ્લેટફોર્મ પર સાડી પહેરી તે પ્રેમ છે. તેણે આજે આપણને ગર્વનો અનુભવ કરાવ્યો છે’. અન્યએ લખ્યું છે ‘સારાની તસવીર જાેઈને હું અટકી ગઈ, આગળ સ્વાઈપ કરવા નથી ઈચ્છતી’.
અન્ય એક યૂઝરે લખ્યું છે ‘ગ્લોબલ ઈવેન્ટમાં સારાએ સાડી પહેરી તે પ્રશંસાપાત્ર છે. એક યૂઝરે લખ્યું ‘સાડી, બિંદી, બંગડી અને ખાસ કરીને સ્મિત સાથે સારા કેવી લાગી રહી છે તેનું વર્ણન કરવામાં શબ્દો ઓછા પડશે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, સારા અલી ખાન અક્ષય કુમાર અને ધનુષ સાથે આનંદ એલ.રાયની ફિલ્મ ‘અતરંગી રે’માં જાેવા મળવાની છે. એક્ટ્રેસ છેલ્લે વરુણ ધવન સાથે ફિલ્મ કૂલી નંબર ૧માં જાેવા મળી હતી, જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.SSS