એક એમ્બ્યુલન્સમાં એકની ઉપર એક એવા ૨૨ કોરોના દર્દીઓના મૃતદેહ ઠુંસ્યા
મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોનાની ગતિ બેકાબૂ બની ગઈ છે અને દરરોજ મોતનાં નવા રેકોર્ડ બની રહ્યા છે. સ્થિતિ એવી છે કે મૃતદેહને લઈ જવા માટે એમ્બ્યુલન્સ નથી. એક જ એમ્બ્યુલન્સમાં, લગભગ બે ડઝન જેટલા મૃતદેહોને ભરીને કબ્રસ્તાન અથવા સ્મશાનગૃહ સુધી લઇ જવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના બીડમાંથી આવો જ એક ચોંકાવનારો ફોટો સામે આવ્યો છે.
બીડ જિલ્લાના અંબાજાેગાઇની સ્વામી રામાનંદ તીર્થ હોસ્પિટલમાં કોરોનાથી મરી ગયેલા ૨૨ દર્દીઓના મૃતદેહને એક જ એમ્બ્યુલન્સમાં ભરીને રવિવારે કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલની દલીલ કરે છે કે તેમની પાસે એમ્બ્યુલન્સ નથી. તે જ સમયે, આ અમાનવીય ફોટો સામે આવ્યા પછી લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.
બીડ જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. અંબાજાેગાઇ તાલુકામાં પરિસ્થિતિ ગંભીર છે. આને કારણે અહીંની સ્વારાતી હોસ્પિટલ ઉપર ખૂબ દબાણ છે. આ ઉપરાંત પડોશી તાલુકાના દર્દીઓને સ્વારાતી હોસ્પિટલ અને લોખંડી સાવરગાંવ કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. દર્દીઓની સંખ્યામાં વધારો થતાં મૃત્યુઆંક વધ્યો છે.
મૃત્યુના વધતા આંકડાઓ સાથે હોસ્પિટલ વહીવટી તંત્રની ગેરવહીવટ પણ ખુલી ગઈ છે. ૨૫ એપ્રિલના રોજ, ૨૨ દર્દીઓના મૃતદેહને એક જ એમ્બ્યુલન્સમાં કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યા હતા. જે રીતે દર્દીઓના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લેવામાં આવ્યા હતા તે ખૂબ જ આઘાતજનક છે. લોકોમાં વહીવટ સામે રોષ છે.
હોસ્પિટલના વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં ફક્ત બે એમ્બ્યુલન્સ છે, મહામારીને કારણે પાંચ વધારાની એમ્બ્યુલન્સની માંગ કરવામાં આવી છે, જે અંગેની રજૂઆત ૧૭ માર્ચ ૨૦૨૧ ના રોજ વધારાની એમ્બ્યુલન્સ માટે જિલ્લા વહીવટી તંત્રને કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી એમ્બ્યુલન્સ આવી નથી.અધિકારીઓ કહે છે કે ૨૨ માંથી ૧૪ દર્દીઓ શનિવારે મૃત્યુ પામ્યા હતા જ્યારે બાકીના રવિવારે મૃત્યુ પામ્યા હતા. લોખંડી સાવરગાંવ જંબો કોવિડ સેન્ટરમાં નવના મોત નીપજ્યાં હતા. બીડના જિલ્લા કલેકટર રવિન્દ્ર જગતાપે કહ્યું કે, ‘મેં અંબાજાેગાઇના અધિક કલેક્ટરને તપાસના આદેશ આપ્યા છે. અમે ગુનેગારો સામે કાર્યવાહી કરીશું.