Western Times News

Gujarati News

એક એવી દૂધની ડેરી જયાં મોટા ભાગનું કામ મહિલાઓ કરે છે

ટાટા પાવરે મહારાષ્ટ્રનાં મવાળમાં પ્રથમ ઓલ વિમેન ડેરી એન્ટરપ્રાઇસ લોંચ કર્યો

 મહારાષ્ટ્ર, 16 ડિસેમ્બર, 2019:અત્યારે ભારતનું દૂધનું ઉત્પાદન 176.4 મિલિયન ટન છે. એમાં મોટા ભાગનું પ્રદાન દેશની મહિલાઓ કરે છે, જેઓ પશુઓને ચારો આપવાનું, દૂધ કાઢવાનું અને એનું વેચાણ કરવા જેવી પશુ સંવર્ધનની 75 ટકાથી વધારે કામગીરી કરે છે. મહિલાઓને સક્ષમ બનાવવાના આશય સાથે ટાટા પાવરે મહારાષ્ટ્રમાં પૂણેનાં મવાળમાં મહારાષ્ટ્રની #1st‘ઓલ વિમેન ડેરી એન્ટરપ્રાઇઝ’ની સ્થાપનાને ટેકો આપ્યો છે.

આ પ્રસંગે મવાળાનાં સાંસદ શ્રી શ્રીરંગ બરાળે, ધારાસભ્ય શ્રી સુનિલ શેલ્કે તથા ટાટા પાવરનાં સીઇઓ અને એમડી શ્રી પ્રવીર સિંહા ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે મુંબઈ અને પૂણેનાં ગ્રાહકોને ‘ક્રેયો’ બ્રાન્ડ નેમ હેઠળ એક બટન ક્લિક કરીને ઉત્પાદનોની સુલભતા અને પહોંચ વધારવાની સુવિધા આપી છે.

વર્ષ 2015માં સ્થાપિત થયેલી અને શરૂઆતમાં ફક્ત 334 સભ્યો ધરાવતી આ ડેરી અત્યારે 1,200 મહિલા સભ્યો ધરાવે છે, જેઓ સીમાંત ખેડૂતોમાંથી કૃષિ-ઉદ્યોગસાહસિકો બની ગયા છે. તેઓ પ્રોજેક્ટનું સંપૂર્ણ સંચાલન અને વહીવટ કરે છે. આ રીતે તેઓ લીડરશિપની ભૂમિકા અદા કરી રહ્યાં છે.

પ્રોજેક્ટ આ વિસ્તારની મહિલાઓના સમુદાય અને ટાટા પાવર વચ્ચેના અમૂલ્ય જોડાણ દ્વારા શરૂ થયો છે. ડેરી પ્રોજેક્ટ વિકસાવવાની શક્યતા પર ઊંડાણપૂર્વકના અભ્યાસને પરિણામે મવાળ ડેરી ફાર્મર સર્વિસીસ પ્રોડ્યુસર્સ કંપની લિમિટેડની સ્થાપના થઈ હતી, જેનો ઉદ્દેશ મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સક્ષમ બનાવવાનો છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત 26 ગામડાઓમાં 15 અદ્યતન, સારી રીતે સજ્જ દૂધ એકત્રીકરણ કેન્દ્રો વિકસાવ્યાં છે. પ્લાન્ટ એની સાથે સંકળાયેલા સમુદાયનાં સભ્યો અન ડેરી ખેડૂતોને તેમના ઉત્પાદનની વાસ્તવિક પ્રાપ્ત થતી કિંમતની સાથે પ્લાન્ટનાં સંચાલન અને એની કામગીરીની સંપૂર્ણ પારદર્શકતા પણ સુનિશ્ચિત કરે છે. અત્યારે પ્લાન્ટ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વિવિધ ગામડાઓમાંથી દરરોજ આશરે 6,000 લિટર દૂધની ખરીદી કરે છે.

ટાટા પાવરનાં એમડી અને સીઇઓ શ્રી પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, મવાળ ડેરી સ્થાનિક સમુદાયને સ્વનિર્ભર બનાવવાના અમારા સતત પ્રયાસોનું પરિણામ છે. આ સ્ટોરીનાં સાચા હીરો આ મહિલાઓ છે, જેમણે પોતાની નિયતિ ઘડવા સહકારી ડેરીનો માર્ગ અપનાવ્યો છે અને અત્યારે સ્વયં-સહાયથી શું હાંસલ થઈ શકે છે એનું ઊડીને આંખે વળગે એવું ઉદાહરણ છે. હું અમારા પાર્ટનર એએલસી ઇન્ડિયાનો મવાળનાં ખેડૂત અને અમારા સસ્ટેઇનેબિલિટી ગોલ્સ પ્રત્યે ટાટા પાવરની કટિબદ્ધતા વચ્ચે સેતરૂપ બનવા આભાર માનવા ઇચ્છું છું.

ટાટા પાવરનાં હાઇડ્રોસના હેડ શ્રી અશ્વિન જી પાટિલે કહ્યું હતું કે, સામાન્ય રીતે ભારતમાં સહકારી ડેરીનાં વ્યવસાયમાં પુરુષોનું વર્ચસ્વ છે, પણ ધીમે ધીમે એમાં પરિવર્તન આવી રહ્યું છે. મહિલાઓની ભૂમિકા પશુઓની દેખરેખ રાખવા, એને ચારો નાંખવા અને દૂધ કાઢવા પૂરતી મર્યાદિત હતી. તાજેતરમાં મહિલાઓની ભાગીદારી વધવાથી સહકારી ડેરીના અભિયાનને તાકાત મળી છે.

આ પ્રોજેક્ટ શરૂ કરવા પાછળ અમારો વિચાર આ ગ્રામીણ મહિલાઓને સક્ષમ બનાવવા તેમને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો, જે સંપૂર્ણપણે પ્રોજેક્ટનું સંચાલન કરે છે અને એનો વહીવટ કરે છે. મવાળ ડેરીની તમામ સભ્ય મહિલાઓને લીડરશિપ લેવા પ્રોત્સાહન આપવા તેમને મિનિ ડેરી આંતરપ્રિન્યોરશિપ સર્ટિફિકેશન અને ક્લીન મિલ્ક પ્રોડક્શન એન્ડ એનિમલ મેનેજમેન્ટ પર ઓરિએન્ટેશન ટ્રેનિંગ આપવામાં આવી હતી.

ધીમે ધીમે આ સંસ્થા દૂધનું કલેક્શન વધારવા કામ કરી રહી છે અને આસપાસનાં વિસ્તારોમાં સર્વે કરીને તેમજ મવાળના લોકોની જરૂરિયાતો સમજીને નવા સભ્યો ઉમેરી રહી છે. જરૂરિયાતને પૂર્ણ કરવા અને પ્લાન્ટને સંપૂર્ણ ક્ષમતાએ કાર્યરત કરવા પ્રોજેક્ટે 15 નવા ગામડાઓને સામેલ કર્યા છે.

છેલ્લાં ચાર વર્ષમાં 3000 ખેડૂત કુટુંબો ધરાવતા સ્થાનિક પશુપાલક સમુદાયને મિનિ ડેરી ફાર્મ્સ, વેટેરિનરી સર્વિસીસ, ડેરી ફાર્મનું મેનેજમેન્ટ કરવા અને પ્રોડક્ટનાં માર્કેટિંગ કરવા તાલીમ આપવા જેવી અન્ય સપોર્ટ સેવાઓ આપવામાં  આવી છે.

પ્રોજેક્ટને વેગ આપવા ડેરી મુંબઈ અને પૂણે જેવા મોટા શહેરોને દૂધનો પુરવઠો પૂરો પાડવાની સાથે પનીર (કોટેજ ચીઝ), ક્રીમ, છાશ વગેરે સહિત ઉચ્ચ ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદનો પણ બનાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.