એક કે બે કેસથી ઓફિસ કે યુનિટ સિલ ન કરવા રજૂઆત
અમદાવાદ: કોરોનાના કહેરને લઈને વેપાર-ધંધા ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે. ત્યારે જ તંત્ર દ્વારા જો કોઈપણ ઈન્ડસ્ટ્રી કે યુનિટ અથવા ઓફિસમાં કોરોનાના એક -બે કેસ નોંધાય તો આખી ઓફિસ કે યુનિટ સીલ કરી દેવામાં આવે છે. જેને લઇને ઇન્ડસ્ટ્રીને મોટો માર પડી રહ્યો છે માટે જ ચેમ્બર દ્વારા આ બાબતે યોગ્ય ગાઇડ લાઇન નક્કી કરવા માટે તથા આવા કારણોસર યુનિટ બંધ નહીં કરવા અને સીલ કરેલી ઓફિસ ખોલવાની મંજૂરી આપવા માટે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
આ બાબતે ચેમ્બરે મ્યુનિસિપલ કમિશનરને પણ પત્ર લખીને રજૂઆત કરી છે. ચેમ્બર દ્વારા કરવામાં આવેલી રજૂઆત અંગે માહિતી આપતા ચેમ્બરના પ્રમુખ દુર્ગેશભાઇ બુચએ જણાવ્યંદ હતું કે જ્યારે વેપાર-ધંધા ઉદ્યોગો શરૂ કરવા માટેની સરકારે મંજૂરી આપી ત્યારે આરોગ્ય વિભાગે બહાર પાડેલી ગાઈડ લાઈન માં પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક બે કેસ નોંધાય તો જે તે યુનિટ અથવા ઓફિસ બંધ ના કરતા તેને જીવાણુ મુક્ત થવા સેનેટાઈઝ કરવા જોઈએ.
હવે ફરીથી ધીરે ધીરે ઇન્ડસ્ટ્રી શરૂ થઇ રહી છે ત્યારે કોઇપણ ઈન્ડસ્ટ્રી કે યુનિટમાં એક અથવા બે કોરોના ના કેસ નોંધાય તો તરત જ તંત્ર દ્વારા આખી ઈન્ડસ્ટ્રી કે પૂરેપૂરી યુનિટ સીલ કરાવી દેવામાં આવે છે. જેને પગલે ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થાય છે કીમતી રો મટીરીયલ પણ વેડફાઈ જતું હોય છે. માટે તંત્ર દ્વારા આ મુદ્દે યોગ્ય ધારાધોરણ નક્કી કરી ફિલ્મ કરતા કર્મચારીઓને તેનાથી માહિતગાર કરવા જોઈએ. વધુમાં ચેમ્બરે એવી પણ રજૂઆત કરી છે કે જો કોઈપણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના સી ઈ ટી પી પ્લાન્ટ માં કામ કરતા કર્મચારીને કોરોના પોઝિટિવ આવે અને આંખો પ્લાન્ટ બંધ કરાવી દેવામાં આવે તો સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ની કામગીરી ઠપ્પ થઈ જાય. માટે ફિલ્ડમાં ફરતાં કર્મચારીઓને યોગ્ય ધારાધોરણો થી માહિતગાર કરી તે મુજબ પગલા લેવા આદેશ કરવો જોઈએ. વધુમાં ચેમ્બર દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે આવા કારણોસર જે પણ કોઈ યુનિટ કે ઇન્ડસ્ટ્રી અથવા ઓફિસ સીલ કરવામાં આવી છે તેને તાકીદે ખોલવા માટે પણ તંત્ર દ્વારા આદેશ આપવા જોઈએ.