એક ગીઝરથી માતા-દિકરીએ પોતાનો જીવ ગુમાવ્યો

બેંગ્લુરૂ, કર્ણાટકના બેંગ્લોરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ગીઝર માંથી નીકળતી ઝેરી ગેસના કારણે માતા અને પુત્રીની મોત થઇ ગઈ. અંગ્રેજી વેબસાઈટમાં છપાયેલ એક રિપોર્ટ મુજબ આ ઘટના શહેરના ગણપતિ નગર વિસ્તારમાં બની.
ઘટનામાં ૩૫ વર્ષીય મહિલા અને ૭ વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો. બંનેની ડેથ બોડી બાથરૂમમાંથી મળી. પોલીસનું કહેવું છે કે બાથરૂમમાં લાગેલ ગીઝરમાંથી ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઈડ લીક થયો. એ કારણે માતા-દીકરીની ગૂંગળામણના કારણે મોત થઇ ગઈ. જાે કે પોલીસે અન્ય એંગલથી પણ કેસની તપાસ શરુ કરી છે. પોલીસએ તપાસ કરી રહી છે કે ગીઝર લીક કેવી રીતે થયું.
જ્યારે મકાન માલિકને મહિલા ક્યાં છે તેની જાણ થતાં મામલો પ્રકાશમાં આવ્યો હતો. મૃતકના પતિએ મકાન માલિકને તેની પત્નીને ઘરમાં જાેવા માટે કહ્યું હતું. તેણી તેનો કોલ લઈ રહી ન હતી. મકાન માલિકે માતા-પુત્રીને મૃત જાેતાં તેમના હોશ ઉડી ગયા હતા. મકાનનો દરવાજાે બંધ હોવાથી મકાન માલિકે બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે મહિલા અને પુત્રી સ્નાન કરવા બાથરૂમમાં ગયા હતા. ત્યારબાદ ગીઝરમાંથી નીકળતા ઝેરી ગેસને કારણે બંને બેહોશ થઈ ગયા હતા. ત્યારબાદ શ્વાસ રૂંધાવાને કારણે તેનું મૃત્યુ થયું હતું. બાથરૂમની બારી ખુલ્લી ન હતી. જેના કારણે કાર્બન મોનોક્સાઇડ ગેસ બહાર ન આવી શક્યો.HS