એક જ કાનથી સાંભળી છે, છતાં ભારતનો ૩૦૧મો ટેસ્ટ ખેલાડી બન્યો
સુંદરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ફિલ્ડિંગ દરમિયાન તેની ટીમના સાથીઓને આ સમસ્યાને કારણે મુશ્કેલી થાય છે, પરંતુ ક્યારેય તેની ફરિયાદ કરી નહોતી. તેઓ મને મારી નબળાઇ વિશે કશું કહેતા નથી, પરંતુ માત્ર મને મદદ કરે છે.
ચેન્નઇમાં ૫ ઓક્ટોબર ૧૯૯૯ માં જન્મેલા, સુંદરને તેના પિતા દ્વારા ક્રિકેટ માર્ગદર્શક અને ગોડફાધર પી.ડી. વોશિંગ્ટન પરથી નામ આપવામાં આવ્યું. સુંદરના પિતા એમ સુંદર ક્લબ કક્ષાના ક્રિકેટર રહી ચૂક્યા છે. પી.ડી. વોશિંગ્ટન એક્સ આર્મી મેન હતા અને તે ક્રિકેટના શોખીન હતા.
બ્રિસબેન, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ રહેલી ચોથી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટમાં ટોસ જીતીને ભારત સામે બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો.આ ટેસ્ટમાં બે ખેલાડીઓએ ભારત તરફથી ટેસ્ટમાં પ્રવેશ કર્યો હતો. ટી નટરાજન ભારતનો ૩૦૦ ટેસ્ટ ખેલાડી બન્યો. વોશિંગ્ટન સુંદરે રવિચંદ્રન અશ્વીનને ટેસ્ટ કેપ સોંપ્યો અને તે ભારતનો ૩૦૧ મો ટેસ્ટ ખેલાડી બન્યો.
ડિસેમ્બર ૨૦૧૭માં, તેણે શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વનડે અને ટી ૨૦ માં ડેબ્યુ કર્યુ હતુ. ત્યારે સુંદરની ઉંમર ૧૮ વર્ષ અને ૬૯ દિવસ હતી. હવે તે ૨૧ વર્ષનો થયો છે. સુંદર ફક્ત એક જ કાનથી સાંભળી શકે છે. સુંદર જ્યારે ૪ વર્ષનો હતો ત્યારે પરિવારને તેની સમસ્યાઓ વિશે ખબર પડી. ઘણી હોસ્પિટલોમાં સારવાર કરવા છતા સુંદરની મુશ્કેલીનો અંત ન આવ્યો. જાે કે ખેલાડીના અતૂટ મનોબળ સામે આ સમસ્યા વામણી સાબીત થઇ.
વોશિંગ્ટન સુંદરે ક્રિકેટમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને ૨૦૧૬ માં તમિલનાડુ રણજી ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. આ પછી અંડર -૧૯ વર્લ્ડ કપ અને ત્યારબાદ તે આઈપીએલમાં પણ જગ્યા બનાવવામાં સફળ રહ્યો. આ પછી તેણે ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવી લીધી. ભારત માટે તેની પાસે અત્યાર સુધી ૧ વનડે અને ૨૬ ટી ૨૦ મેચ રમી છે.
દરમિયાન, સુંદરના પિતા અને પી.ડી. વોશિંગ્ટન વચ્ચે સારા સંબંધો રચાયા હતા. વોશિંગ્ટનનું ૧૯૯૯ માં અવસાન થયું હતું અને ત્યારબાદ સુંદરનો જન્મ થયો હતો, આમ તેનું નામ વોશિંગ્ટન સુંદર રાખવામાં આવ્યું.