એક જ દિવસમાં અમેરિકામાં કોરોનાથી ૨૦૪૬ના મોત
વોશિંગ્ટન, કોરોના વાયરસનો કહેર એકવાર ફરી દેશ દુનિયામાં જાેવા મળી રહ્યો છે ભારતમાં દૈનિક મામલામાં એકવાર ફરી વૃધ્ધિ જાેવા મળી રહી છે કોરોના વાયરસના ૩૭,૭૯૫ નવા મામલા રિપોર્ટ કરવામાં આવ્યા છે ભારતના પાટનગર દિલ્હી વાયરસના કહેરથી સૌથી વધુ પ્રભાવિત નજરે આવી રહી છે દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૫,૪૫,૭૮૭ થઇ ગઇ છે.
જાે દુનિયાભરની વાત કરીએ તો સંક્રમિતોની સંખ્યા છ કરોડને પાર કરી ગઇ છે. દુનિયામાં કોવિડ ૧૯ને કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા ૧૪ લાખથી વધુ છે.
અમેરિકામાં કોરોના વાયરસનો કહેર જારી છે જાેન હોપકિંસ યુનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકામાં આજે ૨,૦૪૬ દર્દીઓના મોત નિપજયા છે ગત છ મહીનામાં થનાર આ સૌથી વધુ મોત છે.સંક્રમિતો વધી રહ્યાં છે.HS