એક જ દિવસમાં વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસના ૨ આરોપીને પકડી પડાયા
વડોદરા, વડોદરામાં હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને નવરાત્રિના પહેલા જ દિવસે મોટી સફળતા હાથ લાગી છે. એક જ દિવસમાં કેસ સાથે જાેડાયેલા બે મોટા આરોપી પકડાયા છે. પાલિતાણાથી અશોક જૈન અને હરિયાણાથી અલ્પુ સિંધી પકડાયો છે. ત્યારે આ કેસમાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. પીડિતા, અશોક જૈન, રાજુ ભટ્ટ, અલ્પુ સિંધી વચ્ચે આખરે શુ ખીચડી રંધાઈ તેના મોટા રાઝ હવે ખૂલશે.
ક્રાઇમ બ્રાન્ચે આરોપી અશોક જૈનની પાલિતાણાથી ધરપકડ કરી છે. આવતીકાલે અશોક જૈનના આગોતરા જામીનની સુનાવણી થવાની હતી, તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે.
અશોક જૈન ધોલેરામાં છુપાઈને બેઠો હતો. ત્યાંથી તે પાલિતાણા જૈન તીર્થની ધર્મશાળામાં ગયો હતો અને ત્યાં રહેતો હતો. તેના અમદાવાદના ભત્રીજા સાથે તેની વાતચીત ચાલુ હતી. અશોક જૈન અમદાવાદમાં રહેતા તેના ભત્રીજા તથા પુત્ર સાથે સંપર્કમાં હતો. ક્રાઈમ બ્રાન્ચે ભત્રીજાની કડક પૂછપરછ કરી હતી, જેમાં અશોક જૈનના ઠેકાણાની માહિતી મળી હતી. ભત્રીજાએ અશોક જૈન પાલિતાણામાં છે એવું પોલીસને જણાવ્યું હતું. પાલિતાણામાં અશોક જૈન પૂજા કરવા જતો હતો એ દરમિયાન જ પોલીસે ઝડપી પડ્યો હતો.
પીડિતાને મદદ કરનાર અલ્પુ સિંધીની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. હરિયાણાના ગુડગાવથી ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની ટીમે સયુંકત ઓપરેશનમાં અલ્પુ સિંધીને દબોચી લીધો હતો. અલ્પુ સિંધી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. વડોદરાના હાઈપ્રોફાઈલ દુષ્કર્મની ફરિયાદમાં અલ્પુ સિંધીની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે.HS