એક જ પરિવારના ૫ સભ્યોએ આત્મહત્યા કરતા ભારે હડકંપ

Files Photo
સમસ્તીપુર, બિહારના સમસ્તીપુરમાં એક ચોંકવનારી ઘટના બની છે, જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના બુરારી વિસ્તારમાં જે પ્રકારે આખો પરિવાર ફાંસીના ફંદા પર લટકતો મળ્યો હતો તે જ પ્રકારની ઘટની અહીં પણ જાેવા મળી છે. આ ચકચાર મચાવનારી ઘટના વિદ્યાપતિનગર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા મઉ ગામની છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આર્થિક તંગીને કારણે પરેશાન આખા પરિવારે આત્મહત્યા કરી છે. એક સાથે પાંચ લોકોના નિધનની જાણકારી સામે આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ શરુ કરવામાં આવી છે. હ્લજીન્ની ટીમને પણ બોલાવવામાં આવી હતી.પ્રાથમિક જાણકારી અનુસાર મઉ ગામના વોર્ડ ૧૧માં રહેતા મનોજ ઝા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
તેમના પરિવારમાં માતા સીતા દેવી, પત્ની સુંદરમણી દેવી અને બે દીકરા હતા. ગામના લોકોના જણાવ્યા અનુસાર, સતત પ્રયત્ન કરવા છતાં મનોજ ઝા પર દેવાનું ભારણ વધતુ જતુ હતું. પૈસા ઉછીના આપનાર લોકો ઉઘરાણી માટે ઘરે પણ આવતા હતા. માટે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આર્થિક તંગીને કારણે પરિવારે આ મોટું પગલું ભર્યું હશે.
કહેવામાં આવી રહ્યું છે કે, દેવાના ભાર અને પરિવારની જવાબદારીઓ પૂરી કરવામાં અસમર્થ હોવાને કારણે મનોજ ઝા ઘણાં પરેશાન રહેતા હતા. તેમણે ઘણાં લોકો પાસેથી પૈસા ઉછીના લીધા હતા. સમય મર્યાદામાં તે ઉછીના પૈસા ચૂકવવા માટે સક્ષમ નહોતા. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આર્થિક ભીંસને કારણે જ આખા પરિવારે જીવન ટૂંકાવવાનો ર્નિણય લીધો હશે.
મૃતકોની ઓળખ કંઈક આ પ્રકારે થઈ છે. મનોજ ઝા(૪૫), મનોજ ઝાના માતા સીતા દેવી(૬૫), મનોજ ઝાના દીકરા સત્યમ કુમાર (૧૦), શિવમ કુમાર(૭) અને મનોજના પત્ની સુંદરણણિ દેવી(૩૮). પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. હ્લજીન્ની ટીમને અહીં બોલાવવામાં આવી હતી.ss1kp