એક જ યુવક સાથે ત્રણ સગી બહેનોને પ્રેમ થયો

રામપુર, ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાંથી હેરાન કરનારી ખબર સામે આવી છે. જ્યાં એક જ યુવક સાથે ૩ સગી બહેનોને પ્રેમ થયો છે. તો વળી જ્યારે ઘરના લોકોને આ વાતની ખબર પડી તો તેમણે આ વાતનો વિરોધ કર્યો. જાે કે, ઘરવાળા લોકોની વાત ત્રણેય બહેનોને ઠીક ન લાગી અને તે પ્રેમી સાથે ત્રણેય બહેનો ભાગી ગઈ.
આ બાજૂ લોકલાજના ડરે પરિવારના લોકોએ પોલીસને જાણ ન કરી. કહેવાય છે કે, ત્રણેય બહેનોમાંથી બે વયસ્ક છે અને એક સગીર છે. ગામમાં આ ઘટના ચર્ચાનો વિષય બન્યો છે. સંબંધીઓની મદદથી ત્રણેય બહેનોની શોધ ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ જાેઈએ તો, રામપુર જિલ્લાના અઝીમનગર વિસ્તારના એક ગામની આ ઘટના છે.
જ્યાં ત્રણ બહેનો પર પ્રેમનું ભૂત એવું સવાર થયું કે, કોઈની પણ શરમ ભર્યા વગર ઘરેથી ભાગી ગઈ. ઘરના લોકોએ તેમની ખૂબ શોધ કરી, પણ હજૂ સુધી હાથમાં આવી નથી. કહેવાય છે કે, આઠ દિવસ થઈ ગયા, પણ દિકરીઓ હજૂ સુધી ઘરે પાછી ન આવતા પરિવારના લોકો ચિંતામાં મુકાયા છે. આ બાજૂ મીડિયામાં અહેવાલો આવતા પોલીસે કહ્યુ કે, હજૂ સુધી ફરિયાદ આવી નથી, જ્યારે આવશે ત્યારે જરૂરી કાર્યવાહી કરીશું.SSS