એક જ યુવતીના પ્રેમમાં મિત્રએ મિત્રની હત્યા કરી બાઈક સાથે બાંધી કૂવામાં ફેંક્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/muder-scaled.jpg)
Files Photo
દાહોદ: પ્રેમ સંબધમાં વફાદારી શબ્દ જયારે નીકળી જાય ત્યારે તેનો અંજામ આવતો હોય છે. હાલોલના તરખન્ડા-ઈંટવાડીના બે મિત્રો વચ્ચે કંઈક આવું જ બન્યું છે.એક જ યુવતી સાથે બે મિત્રોને થયેલા પ્રેમ સંબધને લઈ એક વર્ષ અગાઉ ઝગડો થયો હતો અને જેની અદાવત રાખી આખરે મિત્રએ જ મિત્રતા કેળવી બદલો લેવા માટે મિત્રને પોતાના ગામમાં બોલાવી હત્યા કરી બાઈક સાથે જ પોતાના ખેતરમાં આવેલા કૂવામાં ફેંકી દીધો હતો.
હાલોલ ગ્રામ્ય પોલીસે સાત દિવસની ભારે જહેમત બાદ ગુમ યુવકને શોધી કાઢી ઈંટવાડી ગામના બે પિતરાઈ ભાઈઓ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.આમ બાહ્ય યુવતી સાથેના પ્રેમ સંબધ બાબતે યુવક અકાળે મોતને ભેટતાં તેની પત્ની અને સ્વજનોમાં શોક છવાયો છે.જાેકે અન્ય યુવતીના લીધે બંને મિત્રો વચ્ચે ઉભી થયેલી માનસિક તિરાડમાં હાલ એક યુવકને મોત મળ્યું છે તો બીજા યુવકને પોલીસ હીરાસત.
આમ બંને મિત્રોના નિર્દોષ પરિવારનો માળો વિખેરાયો છે.ન્કહ્વિ /|સમાજમાં પ્રેમ સબધમાં હત્યા,ઝગડા,મારા મારી, અપહરણ જેવા અનેક કિસ્સા સામે આવતાં હોય આવતાં હોય છે.જેમાં ખાસ તો સંબધ માંથી વફાદારી શબ્દ નીકળી જાય ત્યાં કંઈક નવું રૂપ આકાર લેવાનું શરૂ કરી દેતું હોય છે.એવું જ કંઈક હાલોલ તાલુકાના તરખન્ડા અને ઈંટવાડી ગામના બે મિત્રો વચ્ચે બન્યું છે.હાલોલના તરખન્ડા ગામના શૈલેષ ચાવડા અને ઈંટવાડી ગામના અલ્પેશ ચાવડા બંને વચ્ચે મિત્રતાના ગાઢ સંબંધો હતા.
દરમિયાન જ એક વર્ષ અગાઉ એક જ યુવતી સાથે બંને મિત્રોને સંબધ બંધાયા હતા જે સંબધની જાણ બંને મિત્રો વચ્ચે થઈ જતાં ઝગડો થયો હતો.દરમિયાન થયેલી બોલાચાલી થઈ હતી એ વેળાએ શૈલેષે દાઢીના ભાગમાં ઇજા પણ થઈ હતી.જાેકે આ ઘટના બાદ બંને મિત્રો વચ્ચેના સંબધ યથાવત રહ્યા હતા.પરંતુ અલ્પેશે શૈલશ સાથે બદલો લેવાની છુપી વૃત્તિ પોતાના મનમાં અંકિત કરી લીધી હતી.
દરમિયાન ૨ જુનના રોજ શૈલેષ ચાવડા પોતાના ઘરેથી બાઈક લઈ હાલોલ ડીઝલ લેવા જવાનું જણાવી નીકળ્યો હતો. એ વેળાએ બંને મિત્રો વચ્ચે ટેલિફોનિક સંપર્ક થયો હતો ત્યારે અલ્પેશે શૈલેષને ઈંટવાડી પોતાના ખેતરમાં બોલાવ્યો હતો. બીજી તરફ શૈલેષ આવે એ પૂર્વે અલ્પેશે તેને મોતને ઘાટ ઉતારી દેવાનું પૂર્વ આયોજિત કાવતરૂ કરી દોરડું અને તેના પિતરાઈ ભાઈને સાથે લઈ ગયો હતો.
દરમિયાન અલ્પેશ અને તેના પિતરાઈ ભાઈ સુરપાલસિંહ ચાવડાએ શૈલેષ પહોંચતા જ તેને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને દોરડા વડે બાઈક સાથે બાંધી દઈ કૂવામાં ફેંકી પુરાવાનો નાશ કરી દીધો હતો.બીજી તરફ શૈલષ સાંજ સુધી ડીઝલ લઈ ઘરે પરત નહિં પહોંચતા સ્વજનો ચિંતાતુર બન્યા હતા અને બીજા દિવસે તેના ભાઈએ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ગુમ થયા અંગે જાણ કરી હતી.જે આધારે પીઆઇ કે.પી જાડેજા અને ટીમે શૈલેષ ચાવડાની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ટેક્નિકલ સર્વેલન્સમાં પોલીસને મળેલા પુરાવા આધારે પોલીસે એ દિશામાં તપાસ કરી હતી
અલ્પેશની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી. દરમિયાન અલ્પેશે પોલીસ સમક્ષ શૈલેષની હત્યા પોતાના કરી બાઈક સાથે બાંધી કૂવામાં ફેંકી દીધો હોવાની કબૂલાત કરી હતી. વધુમાં તેણે શૈલેષને ૨ જૂને જ ફોનમાં વાત કરી બોલાવ્યો હતો. દરમિયાન એજ દિવસે હત્યા કરી પોતાના પિતરાઇ ભાઈની મદદ લીધી હોવાની પણ કબૂલાત કરી છે.આમ સાત દિવસથી ગુમ થયેલા યુવકની પોલીસે આદરેલી ઘનિષ્ઠ શોધખોળ દરમિયાન શૈલેષનો મૃતદેહ મળી આવ્યો છે.શૈલેષના અકાળે થયેલા મોતને પગલે તેની પત્ની અને સ્વજનોમાં શોક છવાયો છે.