Western Times News

Gujarati News

એક જ યુવતીના ૨૭ લગ્ન કરાવનારી મહિલાને ભરૂચ પોલીસે ઝડપી

Files Photo

ભરૂચ: ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમને મળી મોટી સફળતા, ૧૪ જિલ્લામાં એક યુવતીના ૨૭ કરતાં વધુ વખત લગ્ન કરાવનારી આરોપી વાહિદા ઉર્ફે મુન્ની ઉર્ફે મીના અલ્લારખા પઠાણને ઝડપી

એક યુવતી અને ૨૭થી વધુ લગ્ન, આ વાત સાંભળી ભલભલાના હોંશ ઉડાવી મૂકે એવી ભરૂચમાં ઝડપાયેલી વહીદાના કારસ્તાનની ગુંજ છે. સાત સમુંદરપાર સુધી જેના નામની ચર્ચા હોય તે વહીદા હવે પોલીસના સકંજામાં છે.

ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે રાજ્યના ૧૪ જિલ્લામાં એક યુવતીના ૨૭ કરતાં વધુ વખત લગ્ન કરાવનારી આરોપી વાહિદા ઉર્ફે મુન્ની ઉર્ફે મીના અલ્લારખા પઠાણને ઝડપી પાડી છે. પેરોલ ફર્લો સ્કવોડની ટીમને બાતમી મળી હતી કે, આરોપી તેના ભરૂચ શહેરના સુથીયાપૂરા વિસ્તાર સ્થિત ઘરે છે. જેના આધારે પોલીસે દરોડા પાડી તેને ઝડપી પાડી હતી.

આરોપી વાહિદા અન્ય ભોગ બનનારી યુવતીના ગેરકાયદેસર રીતે લગ્ન કરાર સ્ટેમ્પ પેપર તૈયાર કરી લગ્ન કરાવતી હતી. અને છેતરપિંડી કરતી હતી. આરોપી મહિલાએ મલેશિયા ખાતે આચરેલ ગુનામાં મલેશિયાની જેલમાં ૪ વર્ષ સજા પણ ભોગવી છે.

પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચની બદનામ વહિદા ઉર્ફે મુન્ની મલેશિયા બાદ હવે સ્વદેશી જેલના સળિયા પાછળ ધકેલાઈ છે. અને આ મુન્નીની કરતૂતો સામે આવતા સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.