એક જ વ્યક્તિને પ્રેમ કરે છે જાેડીયા બહેનો, સગાઇ કરી
ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયામાં રહેનારી જાેડીયા બહેનો એના અને લૂસી ઘણા સમયથી ચર્ચા છે. આ બંને આઈડિંટિકલ ટિ્વન્સ છે. એટલે કે બંને બહેનો એક જેવી દેખાય છે. બંનેના એક જેવા લૂક સહિત ખાસ વાત એ છે કે બંનેને એક જ વ્યક્તિ સાથે પ્રેમ થયો અને બંને તેની સાથે જ રહે છે. બેન નામના પાર્ટનરને બંને બહેનો પ્રેમ કરે છે. હવે આ બહેનોએ તેની સાથે સગાઇ પણ કરી લીધી છે.
વર્ષો સુધી એક સાથે રહ્યા પછી હવે સગાઇ કરી છે. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. એના અને લૂસીને બેન સાથે એક જ નજરમાં પ્રેમ થઇ ગયો હતો. ત્રણેય એક મોટા બેડ પર એક જ સાથે ઉંઘે છે. પોતાના એક પાર્ટનરને શેર કરવાની વાત પર એના અને લૂસી કહે છે કે તેમને આમા કશું જ અજીબ લાગતું નથી. બેન બંને બહેનોનો પ્રિન્સ ચાર્મિંગ છે.
બેનને બંને બહેનોએ એક સાથે પ્રપોઝ કર્યું હતું. જેની એંગજમેન્ટની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. એક બોક્સમાં બે વીટીં સાથે એના અને લૂસીએ એક જ સમયે પ્રપોઝ કર્યું હતું. બંને બહેનોને પ્રપોઝ કરતા સમયે બેને કહ્યું હતું કે બંને મારી દુનિયા છે અને તે પોતાનું આખું જીવન તેમની સાથે પસાર કરવા માંગે છે. જાેકે ઓસ્ટ્રેલિયાના કાનૂનની વાત કરવામાં આવે તો આ ત્રણેય લગ્ન કરી શકે નહીં. અહીંના કાનૂન પ્રમાણે ત્રણ લોકો લગ્ન કરી શકે નહીં.
લગ્નનો પ્રોબ્લમ સોલ કરવા માટે એના અને લૂસી એવા દેશમાં રહેવા માંગે છે જ્યાં આ લીગલ છે. આ લિસ્ટમાં મલેશિયા અને ઇન્ડોનેશિયા સામેલ છે. બેને કહ્યું કે ભલે તે ઓસ્ટ્રેલિયામાં લગ્ન ના કરી શકે પણ સગાઇ તો કરી જ શકે જ છે ને. તે જ તેમણે કર્યું છે.
હવે આ ત્રણેય પોતાના રિલેશનને આગામી પડાવ પર લઇ જઇને પરિવાર શરૂ કરવા માંગે છે. તેમના સંબંધો પર લોકોની ઘણી કોમેન્ટ્સ આવે છે. જેમાં તે નેગેટિવ કોમેન્ટ્સ હટાવીને સારી વસ્તુઓ ઉપર ફોક્સ કરે છે. એના અને લૂસીએ કહ્યું કે બાળપણથી જ તેમને બધુ જ એક જેવું પસંદ હતું. આવામાં જ્યારે એક યુવક પર દિલ આવ્યું તો તેમને પણ કશું અજીબ લાગ્યું ન હતું. તે ત્રણેય એક સાથે એક ઘર અને એક રૂમમાં રહે છે. એના અને લૂસીએ કહ્યું કે બંને એક સાથે જ પ્રેગ્નેટ થવા માંગે છે. આ માટે તે પ્રયત્ન કરશે.