એક જ સોસાયટીના ૩૦૦ લોકોને નકલી રસી- જાણીતા ફિલ્મમેકર્સ પણ ઠગાયા

મુંબઇ: મુંબઈમાં સામે આવેલા એક વેક્સિનેશન રેકેટથી બોલીવુડ ફિલ્મોના પ્રોડ્યુસરો પણ બાકાતરહી શક્યા નથી. કેટલાક પ્રોડક્શન હાઉસના મેમ્બર્સને હાલમાં જ વેક્સિન લગાવવામાં આવી હતી, પરંતુ તેમને એ વાતની જાણકારી નથી કે તેમને કઈ વેક્સિન લગાવવામાં આવી. આ વિશે વાતચીત કરતા ફિલ્મ નિર્માતા અને ઇન્ડસ્ટ્રીસ લિમિટેડના માલિક રમેશ તૌરાનીએ જણાવ્યું કે, તેમણે પોતાના ૩૬૫ કર્મચારીઓને ૩૦ મે અને ૩ જૂનના રસી લગાવરાવી, પરંતુ તેમને અત્યાર સુધી સર્ટિફિકેટ નથી મળ્યું.
રમેશ તૌરાનીએ જણાવ્યું કે, ‘જી હાં, અમે વેક્સિનેશન સર્ટિફિકેટની રાહ જાેઈ રહ્યા છીએ. જ્યારે મારા કર્મચારીઓએ તેમની પાસે (જીઁ ઇવેન્ટના સંજય ગુપ્તા)નો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે, સર્ટિફિકેટ શનિવાર (૧૨ જૂન) સુધી આવી જશે. અમે પ્રત્યેક ડોઝ ૧૨૦૦ રૂપિયા અને ય્જી્ આપીને ૩૬૫ કર્મચારીઓનું રસીકરણ કરાવ્યું, પરંતુ પૈસાથી વધારે અમે એ વાતને લઈને ચિંતિત છીએ કે અમને શું આપવામાં આવ્યું? આ અસલી કોવિશીલ્ડ હતી કે પછી કોઈ સલાઇન વોટર. અમને કહેવામાં આવ્યું હતુ કે સર્ટિફિકેટ કોકિલાબેન ધીરુભાઈ હૉસ્પિટલથી મળશે.’
આ જ પ્રકારનો એક મામલો અન્ય પ્રોડક્શન હાઉસ મેચબોક્સ પિક્ચર્સથી જાેડાયેલો છે. એસપી ઇવેન્ટ તરફથી ૨૯ મેના આ પ્રોડક્શન હાઉસના લગભગ ૧૫૦ કર્મચારી અને ફેમિલી મેમ્બર્સને કોવિશીલ્ડનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. આ કર્મચારીઓને પણ એ જ કહેવામાં આવ્યું કે, તેઓ પોતાનું સર્ટિફિકેટ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલથી લઈ શકે છે, પરંતુ ૨ અઠવાડિયા બાદ તેમને પોતાનું સર્ટિફિકેટ નાનાવટી સુપર સ્પેશ્યાલિસ્ટ હૉસ્પિટલથી મળ્યું, જેમાં ડોઝ લેવાની તારીખ ૧૨ જૂન લખવામાં આવી.
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા મુંબઈના કાંદિવલી વિસ્તારમાં હીરાનંદાની એસ્ટેસ સોસાયટીના રહેવાસીઓએ દાવો કર્યો હતો કે તેઓ ફેક વેક્સિનેશન કૌભાંડનો શિકાર બન્યા છે. સોસાયટીના ૩૦૦થી વધારે લોકોને આના દ્વારા ઠગવામાં આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે સોસાયટીની કમિટી તરફથી ૩૦ મેના વેક્સિનેશન કેમ્પ લગાવવામાં આવ્યો હતો અને પ્રતિ ડોઝ ૧૨૬૦ રૂપિયા ચાર્જ કરવામાં આવ્યા હતા.
આ કેમ્પને હૉસ્પિટલમાં કામ કરનારા પૂર્વ કર્મચારી રાજેશ પાંડે, તેના સાથે સંજય ગુપ્તા અને અન્ય સાથીઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. સંજય ગુપ્તા, એસપી ઇવેન્ટ્સમાં કામ કરે છે જે એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે. મુંબઈ પોલીસે આ મામલે હ્લૈંઇ નોંધી છે. અત્યાર સુધી કુલ ૪ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. મુંબઈ પોલીસે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. પોલીસ દ્વારા મધ્ય પ્રદેશના સતનાથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેના પર નકલી વેક્સિનેશનનો આરોપ છે. જ્યારે નકલી વેક્સિનેશનનો ખુલાસો થયો ત્યારે તે મુંબઈથી ભાગીને અહીં આવી ગયો હતો.,