એક દિવસના ભારત બંધથી ઈકોનોમીને 25000 કરોડનો ફટકો વાગશે
નવી દિલ્હી, આવતીકાલે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનના કારણે અર્થ વ્યવસ્થાને 25000 કરોડ રુપિયાનુ નુકસાન સહન કરવુ પડશે.
બંધમાં ખેડૂતોને ટેકો આપવા માટે વિવિધ સંગઠનો પણ જોડાવાના છે.10 ટ્રેડ યુનિયને આ બંધમાં જોડાવા માટે કહ્યુ છે.એવુ મનાય છે કે, ભારત બંધના એલાનથી રેલવે, બેંકિંગ, ટ્રાન્સપરોટ્, સહિતના સેક્ટર પર તેની અસર દેખાશે.જેમ કે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના બંધના એલાનથી લગભગ એક કરોડ ટ્રકના પૈડા આવતીકાલે થંભી જવાના છે.
ઉદ્યોગ સંગઠન સીઆઈઆઈનુ કહેવુ છે કે, એક દિવસ દેશ બંધ રહેવાથી ઈકોનોમીને 25000 કરોડનો ફટકો પડતો હોય છે.જો ટ્રાન્સપોર્ટની સ્ટ્રાઈક હોય તો એક દિવસમાં 7000 કરોડ રુપિયાનુ નુકસાન થતુ હોય છે.