Western Times News

Gujarati News

એક દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રીનું રાજકોટ એરપોર્ટ પર સ્વાગત

ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રીનું રાજકોટ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, સી. આર. પાટીલ રાજકોટ એરપોર્ટ પર સવારે પહોંચી ગયા હતા.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૨૮ મે શનિવારે રોજ સવારે ૮.૩૦ કલાકે રાજકોટ સરકીટ હાઉસથી નીકળી ૮.૪૫ કલાકે રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચી ૯.૫૦ કલાકે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે સ્થિત હેલીપેડ પર ઉતર્યા હતા અને સવારે ૧૦.૦૦ કલાકે માતૃશ્રી કે.ડી.પી. હોસ્પિટલના લોકાર્પણમાં ઉપસ્થિત રહી ૧૦:૩૦ કલાકે સ્ટેજ ફંક્શનમાં હાજરી આપશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ શુક્રવારે  રાત્રે રાજકોટ આવી પહોંચ્યા હતા. તેઓએ સર્કિટ હાઉસમાં કલેકટર સહિતના અધિકારીઓ સાથે તત્કાલ બેઠક કરી હતી. શનિવારે આટકોટ ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમના આયોજન અંગે જાણકારી મેળવી હતી.

મુખ્ય સચિવ પંકજ કુમાર, કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કર સહિતના અધિકારીઓ રાત્રે સર્કિટ હાઉસ ખાતે હાજર છે. આ તકે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, ઉદયભાઈ કાનગડ, જયમીન ભાઈ ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા. ૨૮ મે, ૨૦૨૨ના રોજ આટકોટ ખાતે પટેલ સમાજ સંચાલિત કે.ડી.પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ થનાર છે. વડાપ્રધાનના આગમન પૂર્વે આ કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વડાપ્રધાનના કાર્યક્રમનું સુચારુ આયોજન નિશ્ચિત કરવા માટે કલેકટર અરુણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ સભા સ્થળનું જાત-નિરીક્ષણ કર્યું હતું.

સ્ટેજ પર મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, સ્ટેજ ડેકોરેશન, પી.એમ. લોન્જ, મીડિયા લોન્જ, એલ.ઈ.ડી.લાઈટિંગ, ફાયર સેફટી, ટ્રાફિક વ્યવસ્થા, મેડિકલ, લાઈવ પ્રસારણ સહિતની કામગીરીનું ફોલોઅપ લીધું હતું. આ ઉપરાંત કે.ડી. પરવાડીયા હોસ્પિટલના સ્વપ્નદ્રષ્ટા ડો.ભરતભાઈ બોધરા, સાંસદ મોહનભાઈ કુંડરિયા, પૂર્વ મંત્રી સૌરભભાઈ પટેલ, ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા સભા સ્થળે નિરીક્ષણ અર્થે ઉપસ્થિત રહ્યા હતા.

સભા સ્થળની નિરીક્ષણ મુલાકાતમાં ડેપ્યુટી કલેકટરશ્રી, પી.જી.વી.સી.એલ., દૂરદર્શન, ફાયર, મેડિકલ, કાર્યપાલક ઈજનેર, મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.