એક દિવસમાં કોરોનાના માત્ર ૧૫, ૮૨૩ નવા કેસ મળ્યા

નવીદિલ્હી, દેશમાં કોરોના સંક્રમણના મામલામાં સતત ઘટાડો યથાવત છે. ફેસ્ટિવલ સિઝનની પહેલાથી સતત ૫માં દિવસે ૨૦ હજારથી ઓછા મળ્યા છે. બુધવારે આવેલા આંકડા મુજબ ગત એક દિવસમાં માત્ર ૧૫, ૮૨૩ નવા કેસ મળ્યા છે.
આ ઉપરાંત આ દરમિયાન ૨૨, ૮૪૪ લોકો રિકવર થયા છે. આની સાથે જ એક્ટિવ કેસોની સંખ્યામં તેજીથી ઘટતા ૨, ૦૭, ૬૫૩ રહી ગઈ છે. આ આંકડો ગત ૨૧૪ દિવસમાં સૌથી ઓછો છે. દેશમાં રિકવરી રેટ તેજીથી વધતા ૯૮.૦૬ ટકા થઈ ગયો છે. જે માર્ચ ૨૦૨૦થી સૌથી સારી સ્થિતિ છે. અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમણથી ૩, ૩૩, ૪૨, ૯૦૧ લોકો સાજા થઈ ચૂક્યા છે.
કુલ કેસોની સરખામણીએ એક્ટિવ કેસોની ટકાવારી જાેઈએ તો આ હવે ૦.૬૧ ટકા બચ્યા છે. જે માર્ચ ૨૦૨૦થી સૌથી ઓછા છે. કોરોનાના નવા કેસોની સ્પીડ જે રીતે ઓછી થઈ રહી છે. તેનાથી આવનારા દિવસોમાં સંક્રમણથી જીતવાની આશા વધી ગઈ છે. આ વર્ષે એપ્રિલ અને મે દરમિયાન કોરોનાના કેસોનો કેર જાેતા સ્થિતિ ઘણી સારી છે. એક્સપર્ટના જણાવ્યાનુંસાર રસીકરણના ચાલતા આ સ્થિતિ જાેવા મળી રહી છે.
અત્યાર સુધીમાં ૯૬.૪૩ કરોડથી વધારે કોરોનાી રસી લગાવાઈ ચૂકી છે. એટલું જ નહીં આ મહિનાના અંત સુધી આ આંકડો એક અરબને પાર પહોંચી શકે છે.HS