એક દિવસ પહેલા ગુમ થયેલા બે બાળકોની લાશો ગટરમાં પડેલી મળી
પાણીપત: હરિયાણાના પાણીપત જિલ્લાના સેક્ટર-૧૮થી સાઇકલ લઈને ફરવા ગયેલા બે બાળકો શુક્રવાર બપોર બાદ અચાનક ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ બંનેના પરિજનોએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બંને બાળકોની લાશ રવિવારે બાબરપુર ડ્રેનમાં મળી છે. લાશો મળ્યાની સૂચના મળતાં જ આસપાસના વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ અને ઘટનાસ્થળે લોકોની ભીડ એકત્ર થઈ ગઈ. મામલાની સૂચના મળતાં પહોંચેલી પોલીસે બંને બાળકોની લાશોને કબજામાં લીધી અને પોસ્ટમોર્ટમ માટે પાણીપતની જનરલ હૉસ્પિટલ મોકલી આપી. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
મળતી જાણકારી મુજબ, નેપાળના રહેવાસી શિવ પ્રસાદે પોલીસને ફરિયાદ કરી હતી કે તેઓ સેક્ટર-૧૮માં ભાડાના મકાનમાં રહે છે. તેમના બે દીકરા છે. નાનો દીકરો ૧૧ વર્ષીય સૂરજ ઉર્ફે અર્જુન શુક્રવારે બાબરપુર, માતા મંદિરની પાસે રહેતા રામુનો ૧૧ વર્ષીય દીકરો શુભમ સાઇકલ લઈને તેમના ઘરે આવ્યો અને સૂરજને આંટો મારવા માટે લઈ ગયો. આ વાત તેના બીજા દીકરા કરણે ઘરે આવીને જણાવી. બંને ઘરે પરત ન ફર્યા તો બંને બાળકોના પરિવારોએ તેમને શોધવાનું શરૂ કરી દીધું, પરંતુ બંનેમાંથી કોઈનું પણ પગેરું મળ્યું નહીં.
બાળકોના પરિજનોએ સેક્ટર ૧૩-૧૭ની પોલીસે ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી પોલીસ બંને બાળકોની તલાશ કરી રહી હતી. રવિવાર અચાનક પોલીસને સૂચના મળી કે બંને બાળકોની લાશ બાબરપુર ડ્રેનમાં મળી છે. લાશો મળવાની સૂચનાથી આસપાસના વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ અને ઘણી ભીડ એકત્ર થઈ ગઈ.સૂચના મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને બાળકોની લાશોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલ મોકલી આપી. પ્રાથમિક તપાસમાં પોલીસનું કહેવું છે કે બંને બાળકોના મોતનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બંને બાળકોના મોતનો ખુલાસો થશે, કારણ કે બંને બાળકોના શરીર પર ઈજાના કોઈ નિશાન નથી મળ્યા.