એક દીકરીને જીવનસાથી મળ્યો તો બીજી દીકરીને મા-બાપ
અમદાવાદ: આજે શહેરના રાઇફલ કલબમાં બે અનોખા કાર્યક્રમનું સાક્ષી અમદાવાદ બન્યું છે. જેમાં એક બિન વારસી મળી આવેલ છોકરીના મહેસાણામાં રહેલા એન્જિનિયર યુવક સાથે પ્રભુતામાં પગલાં પડયા છે.અને બીજું આજથી ૮ મહિના પહેલા બિન વારસી મળી આવેલ તાજી જન્મેલી બાળકીને મુંબઈના ધનિક પરિવાર દ્વારા દત્તક લેવામાં લેવામાં આવી છે બે વર્ષ પહેલાં અમદાવાદ શહેરમાં બાળકોનું શોષણ થઈ રહ્યું હોવાની કેટલી માહિતીના આધારે અમદાવાદ શહેર પોલીસ, મહિલા ક્રાઇમ અને બાળ સંરક્ષણ ગૃહ દ્વારા તેવા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જે બાદ તમામને મહિપત રામ આશ્રમમાં મોકલી આપવામાં આવેલ હતા. જેમાંથી એક દીકરી શિવાની હતી.શિવાની કોઈ પરિવારનો ન મળતા શિવાની ને આશ્રમ માં રાખવામાં આવતી હતી.
મહેસાણાનો પીયૂષ લગ્ન માટે યુવતીની શોધમાં હતો.અને તે દરમિયાન પીયૂષ ના પરિવારે મહીપત આશ્રમનો સંપર્ક કર્યો.અને સમગ્ર બાબત અંગે વાત કરવામાં આવી અને ત્યારબાદ પરિવાર લગ્ન માટે તૈયાર થતા ચાઈલ્ડ વેલ્ફેર સંસ્થાએ એક રિપોર્ટ તૈયાર કરી જ્યુડિશિયલમાં મોકલ્યો જેઓએ યુવકનું કાઉન્સલિંગ કર્યું અને તેનો રિપોર્ટ અમદાવાદ શહેર પોલીસ, કલેક્ટર, ન્યાયાધીશને મોકલ્યો હતો. તેમને ચકાસણી કર્યા બાદ આજે શિવાની અને પીયૂષએ પ્રભુતામાં પગલાં પડ્યા છે. શિવાની અને પીયૂષના લગ્ન મેટ્રોપોલિટનના ન્યાયાધીશ, સેસન્સ કોર્ટના ન્યાયાધીશ, સહિત સિનિયર વરિષ્ઠ વકીલો, ઝોન ૨ ડીસીપી, એસીપી એસકે ત્રિવેદી, મહિલા ક્રાઇમના એસીપી મીની જાેસેફ, બાળ સંરક્ષણ ગૃહના અધિકારી સહિત પોલીસકર્મીની હાજરીમાં કરાવવામાં આવ્યા છે.
બીજી તરફ ૮ મહિના અગાઉ જ્યારે લોકડાઉન હતું તે દરમિયાન તાજી જન્મેલી બાળકી મળી આવેલ હતી. જેની દેખરેખ અને તેનો ઉછેર સંરક્ષણ ગૃહમાં કરવું તેના માટે થઈ પણ શહેર પોલીસ, બાળ સંરક્ષણ ગૃહ અને મહિલા ક્રાઇમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. પરંતુ કોઈ પણ બાળકીના માતા પિતાની ભાળ મળી ન હતી. ત્યારે મુંબઈના એક ધનિક પરિવાર દ્વારા દત્તક માટે અરજી આવેલ હતી.
જેની તપાસ શહેર પોલીસ અને મહિલા ક્રાઇમ દ્વારા કરવામાં આવી હતી. જેની ખરાઈ કર્યા બાદ આજે તે બાળકીને પણ મુંબઈ સ્થિત પરિવાર દત્તક લેવામાં માટેની પ્રકિયા પૂર્ણ કરીને આજે દત્તક આપવામાં આવી છે. પરિવારે બાળકીને દત્તક લીધા બાદ તેનું નામ નાયરા પાડ્યું છે. જેનો અર્થ માં દુર્ગા થઈ રહ્યો છે. પરિવારે જણાવ્યું કે હવે અમારી દીકરીએ અનેક દુઃખોને સહન કર્યા છે. ત્યારે હવે એ નવા સ્વરૂપે માં દુર્ગા બની અમારી જાેડે રહેશે.