એક દેશ, એક રાશનને લઈ દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટને ગુમરાહ કરી રહી છે : કેન્દ્ર
નવીદિલ્હી: કેન્દ્ર સરકારનું કહેવું છે કે આમ આદમી પાર્ટી દ્વારા સરકારે આ યોજનાને અમુક જ વિસ્તારોમાં લાગુ પાડી છે, જેના કારણે બધા લોકોને લાભ નથી મળી રહ્યોદિલ્હી સરકાર એક દેશ, એક રાશનની યોજનાને લઈ સુપ્રીમ કોર્ટને ગુમરાહ કરી રહી છે. કેન્દ્ર સરકારે આ વાત રાશનની હોમ ડિલિવરી કરવાના વિવાદને લઈને કહી. કેન્દ્રએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ સરકારની આ યોજનાને અમુક જ વિસ્તારોમાં લાગુ પાડી છે. જેથી ઘણા વિસ્તારોના લોકોને રાશન મળતું નથી. બીજી વાત એ પણ છે કે સુપ્રીમ કોર્ટે ગત શુક્રવારે જણાવ્યું હતું કે રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક દેશ એક રાશનની યોજના લાગુ કરવી જાેઈએ, જેના કારણે દેશના શ્રમિકો કોઈ પણ રાજ્યમાં હોય ત્યારે આ રાશનનો લાભ લઈ શકે.
આ વાતથી સુપ્રીમ કોર્ટ એ કહેવા માંગતી હતી કે દેશના દરેક પ્રવાસી શ્રમિકોનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરીને દેશના કોઈ પણ રાજ્યમાંથી તેઓ અનાજ લઈ શકે તેવી સુવિધા ઊભી કરવી જાેઈએ. પોતાના પક્ષમાં રહી કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યું કે આસામ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને દિલ્હીએ આ યોજના હજી સુધી લાગુ પાડી નથી. કોર્ટે પ્રવાસી શ્રમિકો થતી હાલાકીના મુદ્દા વિશે વાત કરી હતી. કોર્ટ દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના રજીસ્ટ્રેશન માટે કોઈ નેશનલ પૉર્ટલ ના બનાવવા માટે થઈને કેન્દ્ર સરકારને સવાલો કર્યા હતા અને આ આદેશ પર કામ કરવાનું કહ્યું.
આ બાજુ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ડૉર સ્ટેપ ડિલવરી યોજનાને રોકી દીધી હતી. દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે આ યોજનામાં સમગ્ર દિલ્હીમાં ૭૨ લાખ લોકોને લાભ થાત, જે લોકોએ બીજી લહેરમાં લાગુ પાડેલ યોજનાના કારણે પોતાની નોકરી ગુમાવી દીધી હતી. આ યોજના પર રોક લગાવતા દિલ્હીના કેજરીવાલે મોદીને ચિઠ્ઠી લખતા કહ્યું છે કે “કૃપા કરીને ઘર ઘર રાશન યોજનાને દિલ્હીમાં લાગુ પાડી દો. આજ સુધી રાષ્ટ્ર માટે જેટલા પણ સારા કામ હતા તેમાં મે તમારો સાથ આપ્યો છે, તો રાષ્ટ્રહિતના આ કામમાં તમે પણ મારો સાથ આપો. કેન્દ્ર સરકાર આ યોજનામાં જે કઈ પણ બદલાવ લાવવા માંગતા હોય તે લાવી શકે છે.