એક નંબરથી બે કાર ચલાવી ટેક્ષ ચોરી કરતા માલિક સામે ફરીયાદ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/12/hsrp-plate.jpg)
પ્રતિકાત્મક
(એજન્સી) અમદાવાદ, વાહન રજીસ્ટ્રેનની એક જ નંબરથી બે કાર ચલાવી આરટીઓનો ટેક્ષ ચોરી કરનાર કારમાલિક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવા પામી છે. એક કારની કિંમત રૂા.૧૮ લાખ હતી. રજીસ્ટ્રેશન વગરની કારનો ૮પ,૦૦૦ ટેક્ષ પણ બાકી હતો.
એક જાગૃત નાગરીકની ફરીયાદને આધારે શાહીબાગથી કાર કબજે કરાઈ હતી. સુનિલ ભંડારીની ફરીયાદને આધારે આરટીઓ ઈન્સ્પેક્ટર એ.પી. પંચાલની તપાસમાં જાણવા મળ્યુ હતુ કે એક કાર દિવ્યાંશ ભંડારી, અસારવા, ચામુૃંડા બ્રિજના સરનામે હતી.
વિશાલાના સર્વિસ સેન્ટરથી મળેલી માહિતીના આધારે ગીરધરનગર ખાતેથી બન્ને કાર શોધી કાઢી હતી. દિવ્યાંશ એક જ રજીસ્ટ્રેશન નંબરથી બંન્ને કાર ચલાવતો હતો. જે રાજસ્થાનથી ખરીદાઈ હતી. જેમાંથી એક કાર સુભાષબ્રિજ આરટીઓ ખાતે જીજે૦૧ એચએક્સ ૦૩૧૧ નંબરથી દિવ્યાંશના નામે હતી.
બીજી કારનું રજીસ્ટ્રેશન ન હોવા છતાં ચલાવતો હતો. એઆરટીઓ વિનીતા યાદવ તપાસ કરતા બંન્ને કાર વર્ષ ર૦૧૮થી ર૦ર૧ સુધી ચલાવી વાહન ટેક્ષની ચોરી કરી હતી. આ અંગે રાણીપ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.