એક નહીં થઈ શકે તેવા ડરે પ્રેમી યુગલનો આપઘાત
દાહોદ, દેવગઢ બારીયાના કાળી ડુંગરી ગામ ખાતે એક ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુગલે એક નહીં થઈ શકવાના ડરને પગલે આપઘાત કરી લીધો છે. પ્રેમી યુગલે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે. આપઘાતના બનાવ બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આપઘાત કરી લેનાર યુવક અને યુવતી એક જ પરિવારના એકલે કે કાકા-બાપાના સંતાનો છે.
એવી પણ વિગતો મળી છે કે પાંચ દિવસ પહેલા જ આપઘાત કરી લેનાર યુવકના લગ્ન થયા હતા. એટલે કે પરિવારમાં લગ્નની ખુશીન માહોલ હતો ત્યારે જ એક સાથે બે સંતાનોના આપઘાતથી ગમગીની છવાઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે દેવગઢ બારીયાના કાળી ડુંગરી ગામ ખાતે એક યુગલે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.
એવી માહિતી મળી છે કે બંને એક જ પરિવારના હોવાથી સમાજ નહીં સ્વીકારે તેવા ડરથી બંનેએ આપઘાત કરી લીધો છે. આ મામલે હાલ બારીયા દેવગઢ બારીયા પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આપઘાત કરી લેનાર યુવક અને યુવતી કુટુંબી કાકા-બાપાના ભાઈ બહેન થતા હતા. એવી પણ માહિતી મળી છે કે આપઘાત કરી લેનાર યુવકના ૨૦મી તારીખના રોજ લગ્ન થયા હતા. એટલે કે લગ્નના પાંચ દિવસ બાદ જ યુવકે આપઘાત કરી લીધો છે. મૃતકોમાં ૨૧ વર્ષીય નયનાબેન પટેલ અને ૨૧ વર્ષીય કિરીટ પટેલનો સમાવેશ થાય છે.SS1MS