એક પણ વિદ્યાર્થીનું મોત થશે તો અમે ૧ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કરીશુ : સુપ્રીમ
નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ સરકારના ધો.૧૨ની પરીક્ષા આયોજિત કરવાના ર્નિણય સામે અનેક પ્રશ્રો ઉઠાવ્યા છે. કોર્ટે ફાઇલ નોટિંગ દાખલ કરવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે પૂછ્યુ હતું કે રાજ્ય સરકાર બતાવે કે કોણે આ ર્નિણય લીધો છે. શું આ ર્નિણય લેતા મહામારીની સમગ્ર સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે?
જાે પરીક્ષા યોજવાને કારણે એક પણ વિદ્યાર્થીનું મોત થશે તો અમે ૧ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપી શકીએ છીએ. દેશના અન્ય રાજ્યોમાં પરીક્ષા રદ કરવામાં આવી છે ત્યારે આંધ્ર પ્રદેશ પરીક્ષા લઇને શા માટે અલગ દેખાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
કોર્ટે રાજ્ય સરકારને પ્રશ્ર પૂછ્યો કે ૫.૨૦ લાખ વિદ્યાર્થીઓ માટે લગભગ ૩૪,૦૦૦ રૂમ કેવી રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે? સરકારે જણાવ્યું છે કે એક રૂમમાં ૧૫ થી ૧૮ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. હવે આ કેસની વધુ સુનાવણી શુક્રવારે થશે.સુપ્રીમ કોર્ટે કોરોના વાઇરસના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો પણ સંદર્ભ આપ્યો હતો. મહારાષ્ટ્ર, કેરળ અને મધ્ય પ્રદેશમાં નવા વેરિઅન્ટ ડેલ્ટા પ્લસના કેસો સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે વધુમાં આંધ્ર પ્રદેશ સરકારને પૂછ્યું છે કે પરીક્ષા દરમિયાન પરીક્ષા હોલમાં વિદ્યાર્થીઓ ઉપરાંત સુપરવાઇઝર પણ હશે તો તે તમામનું કઇ રીતે ધ્યાન રાખવામાં આવશે.
તમામ માટે પ્રકાશ અને વેન્ટિલેશનની વ્યવસ્થા કઇ રીતે કરવામાં આવશે? ફક્ત એમ કહેવાથી નહીં ચાલે કે અમે પરીક્ષા લઇ રહ્યાં છે. પરીક્ષા લેવા માટેની તૈયારીઓ પણ કરવી પડશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોના બોર્ડની પરીક્ષા યુનિફોર્મ કરવાની માગ ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે એક સમાન નીતિ માટે દાખલ અરજી અંગે કોઇ પણ નિર્દેશ જારી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે જણાવ્યું હતું કે રાજ્ય અને તેમના બોર્ડ પોતાની નીતિ ઘડવા સ્વતંત્ર અને સ્વાયત્ત છે. તેથી અમે તેમના અધિકાર ક્ષેત્રમાં દખલ નહીં કરીશું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અમે કોઇ એવો આદેશ જારી કરવાના નથી જેથી રાજ્ય બોર્ડની સ્વતંત્રતા છીનવાઇ જાય.