એક પ્રશ્નઃ સદા નિરુતર _ (રામાયણ)
માર્ચ ૨૦૨૦થી લોકડાઉનની પરિસ્થિતી તો આપણને યાદ જ છે. તો એ સમયમાં દૂરદર્શન દ્વારા રામાયણ અને મહાભારત જેવી ધાર્મિક ધારાવાહિકો એકવાર ફરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે થોડા આવા નિરુત્તર સવાલો કેટલાક મગજમાં આવેલા, કદાચ તમને પણ થયા જ હશે. એમાંનાં કેટલાક અહીં પ્રસ્તુત કરું છુ.
રામાયણના રચયિતા ભગવાન વાલ્મીકી જ પોતે એવું કહે છેઃ આમાં જે બન્યું તે લખેલ છે અને જે ઘટ્યું તે.! આ બધું ઉચિત છે કે અનુચિત તે વિષે વાલ્મીકી કશું કહેતા નથી. આ વાક્ય લવ કુશને સંગીત શીખવતી વખતે તેઓ સીતાનાં ત્યાગ વાળી ઘટના ગાવાનું શીખવતા હોય છ, ત્યારે આ ઘટના પર લવ પ્રશ્ન કરે છે કે શ્રીરામે આ જે કર્યું કે; સગર્ભા પત્નીને રાત્રે વનમાં એકલી છોડી દેવી તે ઉચિત છે?
તેમણે લોકોની વાતોમાં આવી પોતાની પવિત્ર પત્ની કે જેની પવિત્રતા પર તેમને પણ વિશ્વાસ હતો તેમનો પરિત્યાગ કરવો તે ઉચિત છે? ત્યારે ભગવાન વાલ્મિકીએ કહ્યું ઉચિત છે કે અનુચિત તે તો વાચકો કે લોકો જ નક્કી કરશે. (ઘટના રામાનંદ સાગર કૃત દૂરદર્શન ધારાવાહિક રામાયણમાં બતાવ્યા પ્રમાણે) તો જાે ભગવાન વાલ્મીકી એવું કહે કે;
આ વાચકો પર છોડવું તો શું તે વાર્તા જ હતી? ને જાે તેમણે સીતાજીને આશરો આપ્યો હતો, લવ કુશને શિક્ષા આપી હતી તો શું આ બધું સત્ય હતું? પરંતુ જે પણ હોય આ વિશેનો અભિપ્રાય ઉચિત કે અનુચિત આ સર્વ ત્તેઓ વાચકો પર છોડે છે.
તો બસ એક વાચક તરીકે અથવા તો પછી એક સામાન્ય વ્યક્તિમાં સહજ હોય એવી જીજ્ઞાસાવૃત્તિ મારામાં પણ છે ને એ જ જીજ્ઞાસાવૃત્તિથી વૃતિથી પ્રેરાઈ હું મારી વાત કે પ્રશ્નો ને તે સાથેના તે પ્રશ્નોથી જાેડાયેલા મારા તર્કોને હું અહીં રજૂ કરું છુ. ને એ સાથે એ પ્રશ્નને લગતા વળગતા તમારા તર્કો કે મંતવ્યો તમે પણ ચોક્કસથી રજૂ કરી જ શકો.
પહેલો પ્રશ્ન તો એ જ છે કે રામાયણ ખરેખર બની હતી કે નઈ? આ બધી જ ઘટનાઓ ઘટી હતી કે નઈ? આ હકીકત છે કે વાર્તા(કલ્પના)? પારધીને કામક્રીડામાં વ્યસ્ત ક્રોંચનો શિકાર કરતાં ભગવાન વાલ્મિકીએ જાેયું ને તેમણે તે પારધીને શ્રાપ આપ્યો. જે શ્રાપ છંદોબદ્ધ શ્લોકની રીતે તેમના મુખેથી સર્યો.
જે સ્વયં બ્રહ્માની પ્રેરણાથી થયું, તેમ કહેવાય છે. તે પ્રથમ છંદ અનુષ્ટુપ હતો ત્યારે મહર્ષિ વાલ્મીકિને ખ્યાલ આવ્યો કે તેમના મુખેથી જે શબ્દો સર્યા તે તો ગેય છે એટલે કે માત્રામેળ વાળા છે. જેને તાલબદ્ધ કરી ગાઈ શકાય એવી રચના એટલે આ ઘટનાથી રામાયણ રચાઈ. કે આ ઘટના રામાયણ રચવા માટેની પ્રેરણા બની, જે દુનિયાનું સૌથી પહેલું સાહિત્ય કહેવાય. હા રામાયણ અને મહાભારત એ મહાકાવ્યો છે, જેમાં રામાયણ સૌપ્રથમ છે.
આ ઘટના ઘટ્યા બાદ શ્રીમદ નારદ પોતે ભગવાન વાલ્મીકીને કહેવા આવ્યા કે પિતામહ બ્રહ્માની આજ્ઞા છે કે; ભગવાન વિષ્ણુના અવતાર શ્રીરામ તેમના જીવનચરિત્ર વિષે તમારે લખવાનું છે. જે છંદ તમારા મુખેથી સર્યો તે પણ પિતામહ બ્રહ્માની આજ્ઞા કે પ્રેરણાથી જ થયું છે. આ શુભ કાર્ય માટે તમારું ચયન કરવામાં આવ્યું છે. બસ આ એક ઘટનાને જાેવા ને તેનાથી અનાયાસ છંદોબદ્ધ શ્લોક શ્રાપ આપતા નીકળ્યો તેનાથી જ રામાયણની ઉત્પતિ થઇ. હવે આ વિષેના મારા પ્રશ્નો આ પ્રમાણે છે.
ભગવાન વિષ્ણુએ રામાવતાર લીધો હતો કે નઈ. આ વાર્તા છે કે હકીકત? મહર્ષી વાલ્મીકિને આમાં દરેકે દરેક ઘટનાની જાણ પહેલેથી હતી? તેમને ત્રિકાળજ્ઞાની કહેવાતા તો પછી તેમને નારદજીએ એવું કેમ કહ્યુતું કે તમને જે નથી ખબર ને જે ભવિષ્ય છે તે પણ પિતામહ બ્રહ્માની કૃપાથી ખબર પડી જશે.
જાે એ ત્રિકાળજ્ઞાની હતા જ તો બ્રહ્માએ એમની રામજીની ભૂતકાળ અને ભવિષ્યકાળની ઘટનાઓ તેમને બ્રહ્માની કૃપાથી જાણ થઇ જશે આવું કરવાની કેમ જરૂર પડી? એમણે તો ખ્યાલ આવી જ જતો ને..! રામરાજ્યમાં રહેતા અયોધ્યાવાસીઓ સામાન્ય પ્રજા નહી પરંતુ દેવલોકમાંથી જ આવેલા દેવતાઓ, ગંધર્વો હતા. તો શું રામની જેમ એમને પણ હરેક ક્ષણ પોતે કોણ છે ને કેમ આવ્યા છે એની જાણ હતી? સીતાજીએ જાતે જ રામને એમનો પરિત્યાગ કરવા કહ્યું હતું.
જે કાર્ય રામને સોગંધ આપી સીતાજીએ કરાવ્યું પણ ખરું તો વાંક કોનો? શ્રીરામનો કે સીતાજીનો? જાે સીતાજીએ ખરેખર અગ્નિપરીક્ષા આપી હતી જેને રામ અગ્નિપરીક્ષા ન કેહતા છાયાસીતામાંથી પૂર્ણ સીતા લેવા અગ્નિમાંથી પસાર કરાવી એવું કહ્યું. જયારે રાવણ સીતાજીનું હરણ કરવા આવવાના હતાં તે પહેલા રામજીએ સીતાને અગ્નિદેવને સોંપ્યા હતાં અને રાવણ જેમનું હરણ કરીને લઇ ગયાં તે છાયાસીતા હતા.
તો તે અગ્નિપરીક્ષા કહેવાય જ નઈ ને? પ્રજા દરેક વખતે સાચી જ હોય એમ ના હોય રાજાને પ્રજાનાં પાલક કે પિતા કહેવાય છે. તો પ્રજાની ખોટી વાત કે વચનો રાજાએ માની જ લેવા એ જરૂરી નથી. રાજ ધર્મ જાળવવા રામે સીતાનો ત્યાગ કર્યો પ્રજાની ખાતર…! પરંતુ ખોટી બાબતને ઉતેજન આપવું ને પોતાની પત્ની પર વિશ્વાસ હોવા છતાં તેનો ત્યાગ કરવો, તો એ તો રાજધર્મ જાળવવા નિર્દોષ સાથે થયેલ અન્યાય જ છે. તેનું શું?
શું તેનું પાપ લાગે? તો આ માટે જવાબદાર કોણ? પાપ કોને લાગે? અયોધ્યાનાં મહારાજાને, સીતાજીના પતિ રામને કે અયોધ્યાની પ્રજાને? ભગવાન વાલ્મીકી દ્વારા આટલા બધા પ્રમાણ આપવા છતાં રામ સીતાજીને ફરી પોતાની પવિત્રતાનું પ્રમાણ આપવાનું કહે એ કેટલું યોગ્ય? ભગવાન કે અયોધ્યાની પ્રજા કે ભગવાનની સાથે તેમને તેમનાં જીવનમાં મળેલા લોકો સામાન્ય માણસો હતાં જ નઈ તેઓ તો આ બધા મોટા મોટા કર્યો કરવા જ આવ્યા હતા.
તેમની તેઓને ખબર પણ હતી જ તો પછી દાખલો કેમનો બેસાડવો? પ્રજા તો સામાન્ય માણસોની રાખી શકાતી હતી. (ને તે જે માનતી એ પ્રમાણે આ બધી જ ઘટનાઓ કદાચ અલગ રીતે બની હોત અથવા તેના પરિણામો કે પરિમાણો કદાચ અલગ હોત તે શક્ય હતું) એમાં પણ દેવો કે ગંધર્વોને બનાવવા તે કેટલું યોગ્ય?
જાે આ બધું સત્ય છે તો અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ક્યાંય જ નહી ને મહર્ષિ વાલ્મિકીના આશ્રમ પાસે જ જઈને કેમ ઉભો રહ્યો? બીજે ક્યાંય કેમ નહી? ને જાે વાર્તા છે તો આવું બનવું શક્ય જ છે. જેમ સિનેમામાં ક્લાયમેક્સ આવે એ જ રીતે. શું કહેવું તમારું આ બધા જ પ્રશ્નો પર? ભગવાન વિષ્ણુ રામ અવતાર લઈને જન્મ્યા એનાં ઘણા વખત પેહલેથી જ એમને વનવાસ દરમિયાન મળનારા લોકો જાણતા હતા.
વર્ષોથી તેમની રાહ જાેતાં હતા કે તેઓ તેમની પત્નીની શોધમાં અહીં આવશે જ અને તેમને રામને રસ્તા બતાવવાના છે. એવું કેમ? જાે રામને વનવાસ થવાનો જ હતો તેની માટે રામને પોતાના દીકરાથી પણ અધિક સ્નેહ આપતી કેકેયી ને જ કેમ નિમિત બનાવવામાં આવી? આવો દાખલો બેસાડવાની જરૂર કેમ? શું આનાથી સાચો સ્નેહ આપવાવાળા પર પણ વિશ્વાસ ના કરવો તેવી ભ્રમણા આગળ નઈ ફેલાય?
ધોબીની વાતથી રામ ડગાઈ ગયાં અને સીતાએ ત્યાગની વાત સ્વીકારી. શું રામ ધોબીને પોતાની પત્ની પર વિશ્વાસ કરવાનું નહતા કહી શકતા? ખોટી વાત સ્વીકારવી જ કેમ? અને જાે આમ જાેવા જઈએ તો બધું નક્કી થઈને જ આવ્યું હતું. It all has been scripted, આ એક બાબત પણ છે. તો બસ આ મારા પ્રશ્નો છે. મારું મંતવ્ય છે આના તર્કોની હું આગળ રજૂઆત કરીશ.