એક ફોન આવ્યો અને ગંભીર બીમારીથી પીડાઈ રહેલી ૧૦ માસની દીકરીનો જીવ બચી ગયો
(પ્રતિનિધિ) મોડાસા, કવેહાય છેને કે જેને બચાવનાર ઉપર વાળો હોય તેને મારનાર કોઈ નથી.આ કહેવત અરવલ્લી જિલ્લામાં સાબિત થઈ છે.મોડાસા તાલુકાના ખદોડા ગામની એક માસૂમ માત્ર ૧૦ માસની દીકરી જન્મ તાની સાથે જન્મજાત બીમારીમાં સપડાઈ.દીકરીના જન્મ બાદ તેને ગંભીર પ્રકારની જન્મ જાત બીમારી હોવાનું તબીબોએ જણાવ્યું.
દીકરીના જન્મ થી ખુશખુશાલ પરિવારમાં એકાએક ગમગીની છવાઈ.દીકરીની સારવાર માટે એક પિતાએ તમામ તૈયારીઓ દર્શાવી અને દીકરીની સારવાર માટે અનેક ડોકટરો પાસે પહોંચ્યા.ઠાકોર સમાજ માંથી આવતો આ પરિવાર ખેતીકામ અને છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.૧૦ માસની માસૂમને એક અતિ જટિલ સર્જરી કરવી પડે તેમ હતી.
ડોકટરો દ્વારા દોઢ થી બે લાખ ખર્ચ થશે તેમ કહેવામાં આવ્યું.પરિવાર પાસે માસૂમ દીકરીને બચાવવા માટે વધારે પૈસા ન હતા પરંતુ એક બાપ દીકરીને બચાવવા માટે તમામ પ્રકારની તૈયારીઓ દર્શાવી.દીકરી માટે સતત મોડાસા થી અમદાવાદ સુધીના ડોક્ટરોને સારવાર માટે બતાવવામાં આવ્યું.સારવાર ખર્ચ વધે તેમ હતો.
તેવામાં કેટલાક જાગૃત લોકો દ્વારા માસૂમ વૈશાલી ની સારવાર માટે દાન એકત્ર કરવા માટે સોશિયલ મીડિયા કર કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું જેમાં એક સી.બી.આઇ બેંક નો એકાઉન્ટ નંબર જાહેર કરી એક પોસ્ટ બનાવી મદદ માટે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી.દીકરીના જન્મ ના ૧૦ મહિના વીતી ચૂક્યા હતા
સર્જરી જેટલી જલદી થાય તેટલી જરૂરી હતું. માતા પિતા સહિત સૌ કોઈ સગા સબંધીઓ ચિંતિત હતા.સોશિયલ મીડિયામાં દીકરીની મદદ માટે બનાવવામાં આવેલી પોસ્ટ વાયરલ થઈ રહી હતી અને તે પોસ્ટને અરવલ્લી જિલ્લા તમામ વોટસઅપ ગ્રુપમાં મૂકવામાં આવી.
જેમાંથી કોઈ એક અજાણી વ્યક્તિ દ્વારા પણ દીકરીની મદદ માટે પોસ્ટ કરવામાં આવી અને તે પોસ્ટ અમદાવાદ માં રહેતા અને મૂળ મોડાસા તાલુકાના ઉમેદપુર (દધાલિયા) ગામના વતની નિકુલ પટેલ સુધી પહોંચી.વોટસઅપ માં આવેલી પોસ્ટ જાેતા ની સાથેજ સોશિયલ મીડિયામાં ફરી રહેલા બેનરમાં બેંક એકાઉન્ટ નંબર ની સાથે દીકરીના પિતાનો નંબર પણ આપેલો હતો.
જેના પર એક પણ મિનિટ ની રાહ જાેયા વિના સાંજે ૯ વાગ્યા નો સમય થયો હોવા છતાં પોસ્ટમાં આપેલા દીકરીના પિતાના નંબર પર નિકુલ પટેલ દ્વારા ફોન કરવામા આવ્યો.ચાર રીંગ વાગ્યા બાદ પાચમી રિંગે દીકરીના પિતા એ ફોન ઉપાડ્યો સામેથી નિકુલ પટેલ બોલું છું
તેમ કહી દીકરીના પિતાને માસૂમને થયેલી ગંભીર બીમારી વિશે પૂછવામાં આવ્યું.દીકરીના પિતાએ તમામ વ્યથા ઠલવી અને માસૂમની પીડા વિશે વાત કરી તરતજ સામેથી નિકુલ પટેલ જવાબ આપ્યો તમે પૈસાની ચિંતા છોડીદો સારવાર થઈ જશે.સાથેજ દીકરીના પિતાને કહ્યું તમે કાલેજ સવારે ૯ વાગે અમદાવાદ ખાતે પહોંચી જાવ.
સારવાર માટેની તમામ વ્યવસ્થા હું કરી દઉં છું તમે પૈસાની ચિંતા છોડી દીકરીને લઈ પહોંચી જાવ.આટલું સાંભળતાજ દીકરીના પિતાએ ખુશીમાં ફોન કર હા કહી હું દીકરીને લઇને કાલેજ આવું છું કહી આભાર વ્યક્ત કરી ફોન મૂક્યો.બીજી તરફ નિકુલ પટેલે દીકરીના સારવાર માટે ક્યાં તબીબ પાસે જવું અને ક્યાં યોગ્ય અને જટિલ સર્જરી થશે તેને લઈ તબીબો સાથે સંપર્ક સાધવાનિ શરૂવાત કરી.
સૌથી પહેલા પીડિયાટ્રિક સર્જરીના નિષ્ણાત ગણાતા અને સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જાેષીને ફોન કરી દીકરીને થયેલી ગંભીર બીમારી અને તેના માટે કરવામાં આવતી જટિલ સર્જરી વિશે વાત કરી.ડૉ.રાકેશ જાેષી એ સહજતાથી જવાબ આપી કહ્યું આ સર્જરી હું જાતેજ કરીશ તમે દીકરીને લઈ આવો.
નિકુલ પટેલ તરતજ તબીબનો આભાર માન્યો અને બીજી દિવસે હોસ્પિટલ પહોંચવાની વાત કરવામાં આવી.તબીબે આપેલા ટાઇમ પહેલાજ માસૂમ વૈશાલીના માતા પિતા તેને લઈ સિવિલ હોસ્પિટલમાં આવેલી ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં પહોંચ્યા.બરાબર ૯ વાગ્યાના સમયે ડૉ.રાકેશ જાેષી દ્વારા તેનું નિદાન કરી દાખલ થવાનું કહેવામાં આવ્યું.
૧૦ મહિનાની માસૂમ વૈશાલીની સફળતા પૂર્વક કરવામાં આવી.આ સર્જરી સમયે વૈશાલીને ૧૦ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ગુદાના ભાગે કરવામાં આવેલી જટિલ સર્જરી સફળ થયા બાદ તેને પાચ દિવસ આરામ કરાવી તબીબો દ્વારા તેને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી.ત્યારે ૧૦ મહિનાની માસૂમ બાળકી હસતી પોતાનાં ઘરે ખદોડા ખાતે પરત ફરી.