એક મકાન માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ ૪૩૧ કિ.રૂ .૧,૫૦,૮૫૦ / – નો પ્રોહી . મુદ્દામાલનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી ચકલાસી પોલીસ
ચકલાસી ના પંડીતનગર નીલકંઠ કોલ્ડ સ્ટોરેજ પાછળ નાએક મકાન માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ ૪૩૧ કિ.રૂ .૧,૫૦,૮૫૦ / – નો પ્રોહી . મુદ્દામાલનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી ચકલાસી પોલીસ …
પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં પ્રોહી જુગાર અંગેની પ્રવૃત્તી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવા ખાસ સુચના આપેલ હોય અને પ્રોહી – જુગારની પ્રવૃત્તી સાથે સંકળાયેલ બુટલેગર્સની પ્રવૃત્તી ઉપર સતત વોચ રાખી રેઇડો કરવા જીલ્લાના અધિકારીઓને સુચના આપેલ અને ના.પો.અધિ.સા નડીયાદ વિભાગ નાઓએ તેમજ સર્કલ પો.ઈન્સ . ડાકોર સર્કલ નાઓના માર્ગદર્શન હેઠળ તા . ૧૭/૦૬/૨૦૨૦ ના રોજ સી.પો , સબ ઇન્સ . જે.આર.પટેલ ડી.આર.બારેયા સે પો.સબ ઇન્સ . તથા અહેડકો હસમુખભાઇ , ભરતસિંહ ચંદ્રસિંહ , મનુભાઇ , સોહીલમહંમદ ,અશોકસિંહ નાઓ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો. મનુભાઇ તથા સોહલમહંમદ નાઓને બાતમી મળેલ કે ચકલાસી પંડીતનગર રહેતા જયદિપ ઉર્ફે સંભ કનુભાઈ વાઘેલા નાઓએ વિદેસી દારૂનો જથ્થો લાવીને પોતાના કુટુંબી અશોકભાઈ બુધાભાઇ વાઘેલા નાઓના મકાનમાં મુકેલ છે
જે બાતમી આધારે સદર જગ્યાએ રેઇડ અશોકભાઇ બુધાભાઈ વાઘેલા નાઓના બંધ મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ ૪૩૧ કિ .રૂ. ૧,૫૦,૮૫૦ / – પ્રોહી જથ્થો મળી આવતાં આરોપી જયદીપ ઉર્ફે શંભુ કનુભાઈ વાઘેલા તથા અશોકભાઈ બુધાભાઇ વાઘેલા બન્ને રહે . પંડિતનગર નાઓ હાજર મળેલ નહીં તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે .(તસવીર સાજીદ સૈયદ નડિયાદ)