એક મહીનામાં ત્રણ રૂપિયા સુધી ડીઝલના ભાવ ઘટયા
નવીદિલ્હી: છેલ્લા એક મહિનાથી સરકારી ઓઇલ કંપનીઓએ ડીઝલના ભાવમાં ઘણો ઘટાડો કર્યો છે ત્રણ ઓગષ્ટથી સમયાંતરે તેના ભાવમાં થોડો થોડો ધટાડો થયા બાદ તેનો ભાવ સ્થિર રહ્યો તેના કારણે એક મહિનાના સમયમાં જ ડીઝલ રૂ.૧૦ રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થઇ ચુકયુ છે જાે કે આજે ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર નથી કર્યો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૮૧.૦૬ રૂપિયા પર સ્થિર છે આ સાથે જ ૧ લીટર ડીઝલનો ભાવ ૭૦.૪૬ રૂપિયા નક્કી થયો છે.
દિલ્હીમાં પેટ્રોલ ૮૧.૦૬ રૂપિયા અને ડીઝલ ૭૦.૪૬ રૂપિયા પ્રતિલીટર છે.મુંબઇમાં પેટ્રોલ ૮૭.૭૪,ડીઝલ ૭૬.૮૬ રૂપિયા પ્રતિ લીટર,કોલકતા પેટ્રોલ ૮૨.૫૯ ડીઝલ ૭૩.૯૯ રૂપિયા પ્રતિ લીટર છે અને ચેન્નાઇમાં પેટ્રોલ ૮૪.૪૧ રૂપિયા અને ડીઝલ ૭૫.૯૫ રૂપિયા પ્રતિ લીટર છે.
વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડનો ભાવ શું છે તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસાઇઝ ડયુટી ડીલર કમીશન અને અન્ય ચીજો જોડયા બાદ આ ભાવ લગભગ બે ગણા થઇ જાય છે નોંધનીય છે કે રોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે સવારે છ વાગ્યાથી જ નવા દર લાગુ થઇ જાય છે.