એક મિનિટમાં આત્મહત્યા કરી શકાય તેવુ મશિન સ્વિત્ઝરલેન્ડમાં લોન્ચ કરાશે

નવી દિલ્હી, દુનિયાના સૌથી સમૃધ્ધ દેશો પૈકીના એક સ્વિત્ઝરલેન્ડે કોફિન આકારના એક મશિનને મંજૂરી આપી દીધી છે.
આ મશિનની મદદથી જે લોકો આત્મહત્યા કરવા માંગે છે તે એક જ મિનિટમાં કોઈ પણ જાતનુ દર્દ અનુભવ્યા વગર આપઘાત કરી શકશે.આ મશિન બનાવનાર કંપનીનુ કહેવુ છે કે, તેમાં સુઈ ગયા બાદ ઓક્સિજન લેવલ ઓછુ થઈ જાય છે અને વ્યક્તિનુ મોત થઈ જાય છે.
મશિનને અંદર બેસીને પણ ઓપરેટ કરી શકાય છે.આ મશિન એવા દર્દીઓ માટે મદદગાર સાબિત થશે જે બીમારીના કારણે મોત ઈચ્છતા હોય છે.તેને યુઝર પોતાની મનગમતી જગ્યાએ લઈનેઉપયોગમાં લઈ શકે છે.
મશિન બનાવવાનો વિચાર એક્ઝિટ ઈન્ટરનેશનલ નામના એનજીઓના ડાયરેકટર ડો.ફિલિપ નિટસ્ચકેએ આપ્યો હતો.
સ્વિત્ઝરલેન્ડ એવો દેશ છે જ્યાં આત્મહત્યા કાયદેસરની છે.ગયા વર્ષે 1300 લોકોએ આત્મહત્યા કરી હતી અને ડો.ફિલિપ નિટસ્ચકેનુ કહેવુ છે કે,આગામી વર્ષ સુધીમાં આ મશિન દેશમાં ઉપલબ્ધ થઈ જશે.જોકે આ બહુ મોઘો પ્રોજેક્ટ છે.મશિનના બે પ્રોટોટાઈપ તૈયાર છે અને ત્રીજો પ્રોટોટાઈપ બનાવવામાં આવી રહયો છે.
દરમિયાન ડોકટરના ટિકાકારો કહી રહ્યા છે કે, આ મશિન ગેસ ચેમ્બર જેવી છે અને તેના કારણે આત્મહત્યાને પ્રોત્સાહન મળે છે.