એક મોટો ભાઈ હતો જે હવે દુનિયામાં નથી : કંગના
મુંબઈ: બોલિવૂડ સેલેબ્સ ઘણીવાર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે પોતાના બાળપણની યાદો શેર કરતા હોય છે. થોડા દિવસ પહેલા દીપિકા પાદુકોણે પોતાનો બાળપણનો એક ફોટો શેર કર્યો હતો. આજે કંગના રનૌતે પણ ભાઈ-બહેનો સાથેના ફોટો ટિ્વટ કર્યા છે. આ ફોટોની સાથે સાથે તેણે એક દુઃખદ કિસ્સો પણ શેર કર્યો છે. કંગનાએ મોટી પહેન રંગોલી અને ભાઈ અક્ષત સાથેના ફોટો શેર કરીને કેપ્શનમાં ઈમોશનલ મેસેજ લખ્યો છે.
તેણે લખ્યું છે કે, શું આજે સિબલિંગ દિવસ છે. અમારા ત્રણ ભાઈ-બહેન પહેલા મારી માતાને એક બાળક હતું, પરંતુ કોઈ કારણોસર બાળપણમાં જ તેનું મૃત્યુ થયુ. મને લાગે છે કે અમારા ત્રણેયમાં તેના અમુક અંશ છે કારણકે અમારી અમુક બાબતો તેનાથી મળતી આવે છે. કંગનાએ પોતાના ઓફિશિયલ ટિ્વટર હેન્ડલ પર આ ત્રણ ફોટો શેર કર્યા છે.
એક ફોટોમાં તે પોતાની મોટી બહેન રંગોલી અને ભાઈ અક્ષત સાથે દેખાઈ રહી છે. કંગનાની આ પોસ્ટ પર ફેન્સના રિએક્શન જાેવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ૧૦મી એપ્રિલના રોજ સિબલિંગ ડે હોવાને કારણે બોલિવૂડના ઘણાં બધા એક્ટર્સે પોતાના ભાઈ-બહેનો સાથેના બાળપણના કિસ્સા શેર કર્યા હતા.