એક લાખના ઇનામી ગુરજાેત સિંહની પોલીસે ધરપકડ કરી
અમૃતસર: ગણતંત્ર દિવસના દિવસે લાલ કિલા પર થયેલી હિંસાના એક આરોપી ગુરજાેત સિંહની દિલ્હી પોલીસની સ્પેશલ સેલે આજે સવાર અહીંથી ધરપકડ કરી છે.ગુરજાેતના માથા પર એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
એ યાદ રહે કે તાજેતરના દિવસોમાં લાલ કિલા હિંસાને લઇ પોલીસે અદાલતમાં સોગંદનામુ દાખલ કર્યું હતું જેમાં અનેક ચોંકાવનારા ખાલાસા સામે આવ્યા હતાં. આરોપપત્રમાં પોલીસે લાલ કિલા પર થયેલ હિંસાને પૂર્વ નિયોજીત બતાવી હતી પોલીસે કહ્યું હતું કે તપાસમાં જણાવા મળ્યું છે કે આ હિંસાની પહેલાથી જ તૈયારી હતી તેને અચાનક થયેલ હિંસા કહેવી ખોટી છે કારણ કે તોફાની હથિયારોની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં
તેમની પાસે તસવાર હોકી લાકડીઓ જેવા હથિયારો હતાં તેમણે ત્યાં ભારે તોફાન કર્યું હતું પોલીસના જણાવ્યા અનુસાર ટ્રેકટર રેલીની આડમાં આ હિંસાને પરિણામ આપવામાં આવ્યું હતું. કૃષિ વિરોધ કાનુનોનો વિરોધ કરી રહેલ કિસાનોને પોલીસે ૨૬ જાન્યુઆરીએ શાંતિપૂર્ણ રીતે ટ્રેકટર રેલી કરવાની મંજુરી આપી હતી પરંતુ ટ્રેકટરની સાથે મોટરસાયકલ પર સવાર થઇ લગભગ ૧૦૦ તોફાની લાલ કિલા પર પહોંચ્યા હતાં
ત્યાં તેમણે લાલ કિલાની અંદર પહોંચી ભારે તોફાન કર્યું હતું. એક સમયે તો એવું લાગ્યુ કે તોફાનીઓએ લાલ કિલા પર કબજાે કરી લીધો હતો.
પોલીસે આ બાબતે વિવિધ સ્તર પર તપાસ કરી ૪૩ એરઆઇઆર દાખલ કરી છે અત્યાર સુધી ૧૫૦ ધરપકડો કરી છે આ મામલામાં પંજાબી અભિનેતા દીપ સિધ્ધુ અને ગુરજાેત સિંહ ઉપરાંત દિલ્હી પોલીસની સ્પેશલ સેલે વોન્ટેડ મનિંદર સિંહની પણ ધરપકડ કરી છે જેને ૨૬ જાન્યુઆરીએ હિંસા ભડકતા બંન્ને હાથોથી તલવારો લહેરાવતો જાેવામાં આવ્યો હતો.
તે ઘટનાવાળા દિવસે લિલા કિલાની પ્રાચીર પર બે તલવારો લહેરાવતી એક વીડીયોમાં તે જાેવામાં આવ્યો હતો જયારે પ્રદર્શનકારી કિલા તરફ દોડી રહ્યાં હતાં.