એક વર્ષથી વધુ સમય સુધી ગેરહાજર રહેનારા ૧૩૬ શિક્ષકો પર કાર્યવાહી
સ્કુલોમાં ગેરહાજર રહેનારા ૩૯ શિક્ષકો ડીસમીસ કરાયા
(એજન્સી) અમદાવાદ, સ્કુલોમાં ઓનલાઈન હાજરીમાં સતત ગેરહજર રહેતા ૧૭પ શિક્ષકો પર શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ૧ વર્ષ કરતા વધારે સમયથી ગેરહાજર રહેનારા ૩૯ શિક્ષકોને શિક્ષણ વિભાગે ડીસમિસ કર્યા છે. જ્યારે કે ૧૩૬ શિક્ષકો પર હજુ પણ કાર્યવાહી ચાલી રહી છે. જેથી ડીસમીસ શિક્ષકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ઓનલાઈન હાજરીને કારણે વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોની પણ અનિયિમિતતા સામે આવી હતી. સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોની માહિતી પણ સ્ટેટ ક્ટ્રોલ રૂમને મળી હતી.
જેથી સતત ગેરહાજર રહેનાર શિક્ષકોને શિક્ષણ વિભાગ તરફથી નોટીસ અપાઈ હતી. શિક્ષકોને રજા માટે ખુલાસો કરવાનો પણ સુચના અપાઈ હતી. યોગ્ય ખુલાસો ન કરનારા શિક્ષકોને એક વર્ષથી ગેરહાજર રહેનાર શિક્ષકોને ડીસમીસ કરાયા હતા. ઉપરાંત ૧૩૬ શિક્ષકો પર હજુ પણ કાર્યવાહી ચાલી રહી છે. શિક્ષકોને ખુલાસો કરવાનો મોકો અપાયો છે. જા કે શિક્ષકો યોગ્ય ખુલાસો નહીં કરે તો તેમના પર પણ શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે છે.