Western Times News

Gujarati News

એક વર્ષમાં વિવિધ બેંકમાં ર૧.૪પ લાખની નકલી નોટો જમા થઈ

પ્રતિકાત્મક

(એજન્સી) અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ, ભ્રષ્ટાચાર, કાળુ નાણુૃ અને નકલી નોટોના કાળા કારોબારને રોકવા જાહર કરેલી નોટબંધી બાદ પણ નવી નોટોની પણ નકલી નોટ માર્કેટમાં આવી ગઈ છે. જાે કે તેને રોકવા માટે આજદિન સુધી સરકાર નિષ્ફળ રહી છે. ત્યારે અમદાવાદ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગૃપ ક્રાઈમ બ્રાંચ વિભાગમાં છેલ્લા એક વર્ષમાં શહેરની વિવિધ બેકોમાં ર૧.૪પ લાખની ડુપ્લીકેટ ચલણી નોટ જમા થઈ હોવાનું સામે આવ્યુ છે.

વર્ષ ર૦ર૦-ર૧માં અમદાવાદની વિવિધ બેકોમાં ડુપ્લીકેટ નોટો જમા થઈ છે. જે નોટો એસઓજી ક્રાઈમ દ્વારા રીકવર કરવામાં આવી છે. આ તમામ નોટને હાલ એફએસએલ ડીપાર્ટમેન્ટમાં મોકલી દેવામાં આવી છે. નોટબંધીના ઘણો સમય વીતી ગયો છે. નોટબંધી કરવા પાછળનું મહત્વનું કારણ વૈશ્વિક સ્તરે અને તેમાંય ભારતમાં ઘણી ડુપ્લીકેટ કરન્સી ફરતી હતી એ રોકવાનું છે. જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી લાદવામાં આવી હતી. પરંતુ હકીકત કૃંઈક જુદી જ છે.

જેમાં ઘણી ખરી નોટ ઝેરોક્ષ અથવા તો પ્રિન્ટ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં પોલી માની રહી છે. હાલ એસઓજી ક્રાઈમને અમદાવાદની વિવિધ બેકોમાંથી ડુપ્લીકેટ નોટ અને પ્રિન્ટેડ ચલણી નોટો મળી આવી છે. પોલીસ દ્વારા ર૦૦૦, પ૦૦, ર૦૦, પ૦, ર૦ તથા ૧૦ એમ મળી આવી કુલ ર૧,૪પ,૦૦૦ની નોટો કબજે કરવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

સામાન્ય રીતે બેક કર્મચારી કોઈ પણ નોટ જમા કરાવવા આવે તો નોટની તપાસ કરતા હોય છે. પરંતુ બેક કર્મચારી દ્વારા ગ્રાહક જે નોટ જમા કરાવે છે તે નોટની યોગ્ય તપાસ કરતા નથી. અને તેનો ફાયદો ઉઠાવી લોકો અસલીની જગ્યાએ નકલી નોટ પધરાવી દેતા હોય છે.

બેક કર્મચારીઓના ધ્યાનમાં નકલી નોટ તો જમા કરાવવા આવનારા ગ્રાહકને માટે ફાડી નાંખવાનું કહે છે. અનેક બેકમાં નકલી નોટોની તપાસક રતા મશીન હોય છે. છતાં પણ નકલી નોટો બેકમાં લોકો જમા કરાવી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.