એક વર્ષમાં ૧૦૦ સૈનિકો આત્મહત્યા કરી રહ્યાં છે

નવીદિલ્હી, ભારતીય સેનાને દર વર્ષ દુશ્મનોની કાર્યવાહીના મુકાબલે આત્મહત્યા પરસ્પર વિવાદ અને અપ્રિય ઘટનાઓથી પોતાના વધુમાં વધુ સૈનિકો ગુમાવવા પડી રહ્યાં છે વર્તમાન સમયમાં તેનાથી અડધા સૈનિક ગંભીર તનાવમાં છે. યુએસઆઇના અભ્યાસમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે
થિંક ટેક યુનાઇટેડ સર્વિસ ઇસ્ટીટયુટ ઓફ ઇન્ડિયામાં ખુલાસો કરવામાં આવ્યું છે કે સેના દર વર્ષ આત્મહત્યા અને અન્ય ઘટનાઓને કારણે લગભગ ૧૦૦થી વધુ સૈનિકો એટલે કે દર ત્રીજા દિવસે એક સૈનિકને ગુમાવી રહી છે. આ ઉપરાંત તનાવને કારણે સૈનિકોનું બ્લડપ્રેસર હ્દયની બિમારી મનોવિકાર ન્યુરોસિસ અને અન્ય બીમારીની ચપેટમાં આવી રહ્યાં છે.
યુએસઆઇના સીનિયર રિસર્ચ ફેલો કર્નલ એ કે મોરનું કહેવુ છે કે ભારતીય સૈનિકોના લાંબા સમય સુધી આતંકવાદ અને વિદ્રોહ રોધી વાતાવરણમાં રહેવું તનાવ વધવાનું મુખ્ય કારણોમાંથી એક છે. હત બે દાયકામાં ઓપરેશનલ અને નો એપરેશનલ કારણોથી ભારતીય સૈનિકોમાં તનાવનું સ્તર વધ્યુ છે. અભ્યાસમાં કહેવામાં આવ્યુ ંછે કે ગત ૧૫ વર્ષોમાં ભારતીય સેના અને રક્ષા મંત્રાલયે તનાવ ઓછો કરવા વિવિધ ઉપાયો લાગુ કર્યા છે પરંતુ તેનું પરિણામ આશા અનુસાર આવી રહ્યું નથી.
અભ્યાસ અનુસાર મોટા પદો પર તહેનાત અધિકારી પણ તેનાથી અછુતા નથી તેમાં તનાવ વધવાના મુખ્ય કારણોમાં નેતૃત્વની ગુણવત્તામં કમી પ્રતિબધ્ધતાઓનો બોજ અપર્યાપ્ત સંસાધન પોસ્ટિંગ અને બઢતીમાં પારદર્શિતા અને નિષ્પક્ષતાની કમી અને અવ્યવસ્થાઓ સામેલ છે. અભ્યાસમાં કહેવામાં કહેવામાં આવ્યું છે કે જેસીઓ અને અન્ય રેંકના અધિકારીમાં તનાવ વધી રહ્યો છે.HS