એક વર્ષમાં 9800 વખત એર ઈન્ડીયાનાં વિમાનોએ મોડી ઉડાન ભરી
નવી દિલ્હી, દેશની સરકારી એરલાઇન્સ કંપની એર ઇંન્ડિયાએ છેલ્લા નાણાકીય વર્ષમાં 9800 વખત મોડી ઉડાન ભરી છે. એર ઇંન્ડીયાથી યાત્રા કરનારા લોકોએ આ જાણીને આશ્ચ્રર્ય થશે કે 2018-19માં એર ઇંન્ડીયા એક કલાક અથવા તેનાથી પણ વધુ સમય સુધી હજારો વખત મોડી થઇ ચુકી છે. એર ઇન્ડીયાની ફ્લાઇટ મોડી ઉડાન ભરતા સરકારને 102 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.એર ઇન્ડીયાની ફ્લાઇટે જ્યારે પણ મોડી ઉડાન ભરી છે. ત્યારે નુકસાન થયું છે. ફ્લાઇટ મોડી થવાનું કારણ એર લાઇનને યાત્રિકોને રહેવા, ખાવા અને અન્ય ચીજો પર એક વર્ષમાં 102 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
આ કારણોઆ કારણોથી વિમાનને ઉડાન ભરવામાં મોડું થયું
– વિમાનમાં ઇન્જીનિયરિંગથી સંબંધિત મુદ્દાઓનાં કારણે
– વિમાનનાં ક્રુનાં કારણે
– ગ્રાઉન્ડ હેંડલિંગ સમસ્યાઓનાં કારણે
– એર ટ્રાફિક કંન્ટ્રોલ દ્વારા ગ્રીન સિગ્નલનાં મળવાનાં કારણે
– કેટલીક આંતરાષ્ટ્રિય કનેક્ટીંગ ઉડાનોનાં કારણે
એર ઇન્ડિયાનાં વિમાનોનાં મોડા ઉડાન ભરવાની જાણકારી 27 નવેમ્બરનાં દિવસે રાજ્યસભામાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ એક લેખિત પ્રશ્નનો જવાબ આપ્યો હતો.