એક વર્ષ પહેલા ગુમ થયેલ મનિષાબેન તથા હર્ષને શોધી કાઢતી ખેડા SOG પોલીસ
પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓએ ગુમ થયેલ બાળકોને શોધી કાઢવા અંગેની એ ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને આર.એન.વાઘેલા પોલીસ ઇનેપેકટર એસ.ઓ જી ખેડા – નડીયાદ નાઓએ પો.સ.ઇ. ડી.બી. કુમાવત તથા સ્ટાફને ગુમ થયેલ ઇસમો શોધી કાઢવાની સુચના આપતા આજરોજ એસ.ઓ જી સ્ટાફના અ.હેડ.કો. વિજયકુમાર, જયેશકુમાર વનરાજભાઇ, તથા યુ . પો . કો . નિલ્પાબેન બચુભા વિગેરેને ગુમ થયેલ બાળકો શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ.
જે આધારે હેડ કો . વિજયકુમાર તથા પો.કો. જયેશકુમારને મળેલ બાતમી આધારે એસ.ઓ જી ખેડા નડીયાદ ના ઓએ ખેડા ટાઉન પો.સ્ટે ગુમ જાણવા જોગ નું ૪૫ / ર ૦૧૯ ના કામે તા . ૨૭ / ૦૮ / ૨૦ ના રોજ ગુમ થયેલ હર્ષ સ / ઓ રવિન્દ્રભાઇ વિનુભાઇ તડવી ઉમર આશરે સવા બે વર્ષ તથા તેની માતા મનિષાબેન રવિન્દ્રભાઇ વિનુભાઇ તડવી ઉ.વ .૨૨ રહે સારસા ગેલેક્સી ફાઉન્ડેશન કંપનીમાં ફાળવેલ ક્વાર્ટરમાં તા છ ખેડા ના ઓ આજરોજ વડોદરા શહેર વડસર ખાતેથી મળી આવતા આગળની કાર્યવાહી માટે મનિષાબેન તથા તેના દિકરાને ખેડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે (તસવીર સાજીદ સૈયદ નડિયાદ )